• Home
  • News
  • કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ; 3 કૃષિ બિલ અંગે 4 આશંકાઓના કારણે અકાલી દળ અને NDAમાં ઘર્ષણ
post

પંજાબના કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળનો પ્રભાવ છે, પાર્ટીને 2022ની ચૂંટણી દેખાઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 09:56:59

કોરોના વચ્ચે સંસદના ચોમાસા સત્રનો આજે પાંચમો દિવસ છે. આ પહેલા ગુરુવારે શિરોમણિ અકાલી દળના નેતા અને ફુડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીનામું મંજૂર કરી લીધું છે. ખેતી સાથે જોડાયેલા 3 બિલ વિરુદ્ધ પંજાબના ખેડૂતોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને બાદલે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભા રહેવા માટે મને ગર્વ છે.

સંસદમાં રજુ થયેલા કૃષિ બિલ અંગે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળની નારાજગી ગુરુવારે ખુલીને સામે આવી છે. લોકસભામાં 2 બિલ પર ચર્ચા દરમિયાન અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે કહ્યું કે, તેમની પાર્ટી બિલના પક્ષમાં નથી. જો કે, પાર્ટીનું કહેવું છે કે હરસિમરત કૌરના રાજીનામા છતા શિરોમણિ અકાલી દળનું મોદી સરકારને સમર્થન ચાલું રહેશે.

4 આશંકાઓ પર કૃષિ બિલોનો વિરોધ 1. શું કૃષિ મંડી ખતમ થઈ જશે?સરકાર કહે છેઃ રાજ્યોમાં સંચાલિત મંડિઓ ચાલું રહેશે. પણ ખેડૂત પાસે ખુલ્લા બજારમાં ક્યાંય પણ વેચવાનો હક પણ હશે.વિરોધમાં તર્કઃ શરૂઆતમાં તો મંડિઓ ચાલશે પણ ધીમે ધીમે કોર્પોરેટ ઉત્પાદન પર કબજો કરી લેશે. મંડિઓ અવ્યવહારિક થઈ જશે.

2. શું સમર્થન મૂલ્ય નહીં મળે?સરકાર કહે છેઃ ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP જળવાઈ રહેશે. સરકાર MSP પર જ કૃષિ ઉત્પાદનની ખરીદી કરવાનું ચાલું રાખશે.વિરોધમાં તર્કઃ જ્યારે કોર્પોરેટ કંપનીઓ ખેડૂત પહેલા જ કરાર કરી લેશે તો MSPનું મહત્વ ખતમ થઈ જશે.

3. યોગ્ય કિંમત કેવી રીતે મળશે?સરકાર કહે છે કેઃ ખેડૂત દેશમાં કોઈ પણ બજાર અથવા ઓનલાઈન ટ્રેડિંગથી પાક વેચી શકે છે. ઘણા વિકલ્પો કરતા સારો ભાવ મળશે. વિરોધમાં તર્કઃ કિંમત નક્કી કરવાની કોઈ સિસ્ટમ નહીં હોય. પ્રાઈવેટ સેક્ટરની વધુ ખરીદીથી એક ભાવ નક્કી કરવામાં મુશ્કેલી થશે.

4. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં છેતરપિંડી થશે તો શું?સરકારે કહ્યું કે, ખેડૂતોને એક નક્કી મિનીમમ રકમ મળશે. કોન્ટ્રાક્ટ ખેડૂતના પાક, ઈન્ફ્રાસ્ટક્ચર સુધી સીમિત રહેશે. ખેડૂતનું જમીન પર કોઈ કંટ્રોલ નહીં હોય. વિવાદ અંગે ADM 30 દિવસમાં નિર્ણય આપશે. વિરોધમાં તર્કઃ કોર્પોરેટ અથવા વેપારી તેમના હિસાબથી ફર્ટિલાઈઝર નાંખશે અને પછી જમીન બંજર પણ થઈ શકે છે.

હરસિમરત કૌરના રાજીનામાનું મહત્વ વોટ બેન્ક જવાનો ભય, કારણ કે...કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની પકડ છે. અકાલી દળને 2022ની વિધાનસભા ચૂંટણી જોવા મળી રહી છે. રાજીનામું આપવું મજબૂરી પણ બની ગયું હતું. કારણ કે, ચૂંટણીમાં હવે લગભગ દોઢ વર્ષ જ બાકી છે. એવામાં શિરોમણિ અકાલી દળ ખેડૂતોની એક મોટી બેન્કને પોતાની વિરુદ્ધમાં કરવા માંગતું નથી.

અકાલી દળ પર દબાણ હતુ : પાર્ટીમાં તિરાડ અને પ્રશાસનમાં અવ્યવસ્થાથી પરેશાન શિરોમણી અકાળી દળ માટે બિલ ગળાનો ફંદો બની ગયો છે, કારણ કે જો પાર્ટી તેના માટે હા કરશે તો રાજ્યની મોટી બેન્ક(ખેડૂતો)ગુમાવવી પડશે. તો આ તરફ બીજી વખત મંત્રી બનેલા હરસિમરત પર બિલ અંગે પદ છોડવાનું પણ દબાણ થયું હતું.

બે ધડમાં વહેચાઈ ગઈ હતી પાર્ટી : પંજાબમાં બિલના વિરોધમાં પાર્ટીના અલગ અલગ નેતા હરસિમરતના રાજીનામા અંગે 2 ભાગમાં વહેચાઈ ગયા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિરોમણિ અકાલી દળના ઘણા સિનીયર નેતા પાર્ટી અધ્યક્ષને કહી ચુક્યા હતા કે, પાર્ટીનું અસ્તિત્વ ખેડૂતો માટે જ છે. એટલા માટે કેન્દ્ર વાત ન માને તો હરસિમરતે રાજીનામું આપી દેવું જોઈએ.

3 બિલનો વિરોધ

·         ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ

·         ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ બિલ

·         એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ) બિલ

 

adv

Related News

post
post
post
post
post
post
post