• Home
  • News
  • 18 દિવસનું ચોમાસુ સત્ર આજે 10મા દિવસે જ ખતમ થઈ શકે છે; લોકસભાની કાર્યવાહી આજે 3 કલાક મોડેથી, એટલે કે સાંજે 6 વાગ્યે શરૂ થશે
post

2 મંત્રી સહિત 30 સાંસદને કોરોના હોવાને કારણે તમામ પાર્ટીઓ સત્રનો સમયગાળો ઘટાડવા માટે રાજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 11:51:34

સંસદનું ચોમાસુ સત્ર આજે સમાપ્ત થઈ શકે છે. 2 મંત્રી સહિત 30 સાંસદ અને સંસદના ઘણા કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ચિંતાને કારણે 18 દિવસનું સત્ર 10 દિવસમાં જ સમાપ્ત કરવાનો વિચાર છે. ગત સપ્તાહે લોકસભાની બિઝનેસ એડવાઈઝર કમિટીની બેઠકમાં તમામ પાર્ટીઓએ સત્રના દિવસમાં ઘટાડો કરવા અંગે સહમતી દર્શાવી હતી. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસા સત્રનું શિડ્યૂલ આમ તો 1 ઓક્ટોબર સુધીનું છે.

લોકસભાની કાર્યવાહી આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે
લોકસભામાં આજે નેશનલ એજ્યુકેશન પોલિસી અંગે ચર્ચા થઈ શકે છે. ચોમાસુ સત્રના પહેલા દિવસને બાદ કરતાં આગામી દિવસથી લોકસભાની કાર્યવાહી સાંજે 3 વાગ્યાથી શરૂ થઈ રહી હતી, પણ આજે 3 કલાક મોડેથી, એટલે કે 6 વાગ્યે શરૂ થશે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપી હતી.

લોકસભાની કાર્યવાહી મોડેથી શરૂ કરવાનું કારણ માનવામાં આવી રહ્યું છે કે બીજા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી મોડે સુધી ચાલી શકે છે, કારણ કે રાજ્યસભામાંથી રિટાયર્ડ થઈ રહેલા સભ્યોનું ભાષણ યોજાઈ શકે છે. આમ તો રાજ્યસભાનું શિડ્યૂલ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનું છે.

સોનિયા- રાહુલ વિદેશથી પાછાં આવ્યાં, સંસદમાં આવવાનું નક્કી નથી
કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી ચોમાસા સત્ર પહેલાં જ મેડિકલ ચેક-અપ માટે વિદેશ ગયાં હતાં. રાહુલ ગાંધી પણ તેમની સાથે ગયા હતા. બન્ને મંગળવારે દિલ્હી પાછાં આવ્યાં છે, પણ આજે સંસદ જશે કે નહીં એ અંગે કંઈ નક્કી નથી. ન્યૂઝ એજન્સી ANIનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનિયા અને રાહુલ વિદેશમાં હતાં એ વખતે પણ કોંગ્રેસ નેતાઓના સંપર્કમાં હતાં. પાર્ટી નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે કૃષિ બિલ અંગે વિરોધની સ્ટ્રેટજી સોનિયા-રાહુલના આદેશ પર તૈયાર કરવામાં આવી છે.

ત્રીજા કૃષિ બિલ સહિત 7 બિલ કોઈપણ વિરોધ વગર પાસ થયાં
સંસદમાં વિપક્ષના બોયકોટ વચ્ચે મંગળવારે ત્રીજું કૃષિ બિલ પણ પાસ થઈ ગયું છે, એ પણ કોઈપણ પ્રકારના વિરોધ વગર. સોમવારે રાજ્યસભામાંથી સાંસદોના સસ્પેન્ડ થવાના વિરોધમાં મંગળવારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ બન્ને ગૃહોને બોયકોટ કરી દીધાં હતાં. આ જ કારણે સંસદમાં લગભગ સાડાત્રણ કલાકમાં 7 બિલ પાસ થઈ ગયાં છે, જેમાં એસેન્શિયલ કમોડિટીસ બિલ પણ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post