• Home
  • News
  • રેલવેની નવી ગાઈડલાઈન / મુસાફરી અગાઉ હેલ્થ સ્ક્રિનિંગ માટે યાત્રીઓએ 90 મિનિટ વહેલા સ્ટેશન પહોંચવું પડશે
post

નવી ગાઈડલાઈન પ્રમાણે રેલવેમાં સફર દરમિયાન યાત્રીઓએ કોઈ પણ સંજોગોમાં માસ્ક પહેરવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:57:37

નવી દિલ્હી: રેલવેએ સોમવારે યાત્રીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. તે મંગળવારે શરૂ થનારી 15 પેસેન્જર ટ્રેનોના યાત્રીઓને લાગુ પડશે. આ ગાઈડલાઈન પ્રમાણે મુસાફરી દરમિયાન યાત્રીઓને ટ્રેનમાં પાણી અને પેકેજ્ડ ફૂડ ખરીદવાની પરવાનગી હશે. એટલું જ નહીં યાત્રીઓએ ઓછામાં ઓછા 90 મિનિટ અગાઉ સ્ટેશન પહોંચવાનું રહેશે, જેથી તેમના હેલ્થનું સ્ક્રીનિંગ થઈ શકે. યાત્રીઓને સફર દરમિયાન કોઈ પણ સંજોગોમાં માસ્ક પહેરવું પડશે.

હકીકતમાં આશરે 50 દિવસના લોકડાઉન બાદ રેલવેએ લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સુવિધાની દ્રષ્ટિએ મર્યાદિત સંખ્યામાં ટ્રેન શરૂ કરવા પરવાનગી આપી છે. તે અંતર્ગત મંગળવારે નવી દિલ્હીથી એસી કોચ સાથે તમામ મોટા શહેરો માટે ટ્રેનો શરૂ થશે

વિશેષ ટ્રેનોમાં ફક્ત એસી કોચ જ લાગશે
ગાઈડલાઈન પ્રમાણે 12 મેના રોજ 8 ટ્રેન ચાલશે. તેમાંથી ત્રણ ટ્રેન નવી દિલ્હીથી ચાલશે. તે ડિબ્રૂગઢ, બેંગ્લુરુ અને બિલાસપુર જ્યારે એક-એક ટ્રેન હાવડા, રાજેન્દ્ર નગર (પટના), બેંગ્લુરુ, મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદથી દિલ્હી માટે ચાલશે. આ વિશેષ ટ્રેનોમાં ફક્ત એસીના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે.

કન્ફર્મ ટિકિટ ધરાવતા યાત્રી જ સ્ટેશનમાં પ્રવેશ મેળવી શકશે

જોકે, તમામ ટ્રેનો દેશભરમાં લાગૂ લોકડાઉન વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં જે યાત્રી પાસે કન્ફર્મ ટિકિટ હશે તે ફક્ત એવી સ્ટેશન પર એન્ટ્રી મળશે. આ ટ્રેનોનું ભાડુ રાજધાની એક્સપ્રેસની સમકક્ષ રહેશે. યાત્રી સાત દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવી શકે છે. જોકે, તેમાં આરએસી, વેટિંગ લિસ્ટ કે કરન્ટ બુકિંગ જેવી સુવિધા નહીં હોય.

યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ જરૂરી

·         થર્મલ સ્ક્રિનિંગ કરી કોઈ પણ લક્ષણો વગરના યાત્રી મોકલવામાં આવશે. યાત્રીઓને ટ્રેનમાં ધાબળા-ચાદર મળશે.

·         ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ યાત્રીઓનો પ્રવેશ બંધ થશે. સ્ટેશન અને ટ્રેનમાં માસ્ક જરૂરી છે.

·         તમામ કોચ એસી. ટ્રેન કેટલાક સ્ટેશનો પર રોકાશે. ભાડુ રાજધાની ટ્રેન જેટલું રહેશે.

·         એસીના થ્રી-ટીર કોચમાં 52, જ્યારે ટુ-ટીયર કોચમાં 48 યાત્રી સફર કરી શકશે. યાત્રી માટે આરોગ્ય સેતુ એપ જરૂરી 

·         આઈઆરસીટીસીની વેબસાીટ કે એપ થી મહત્તમ 7 દિવસ બાદ સુધી રિઝર્વેશન કરાવી શકાય છે

·         આરએસી/વેટિંગ લિસ્ટ ટિકિટ માન્ય નહીં હોય. કરન્ટ બૂકિંગ, તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ અત્યારે બંધ રહેશે.

·         ઓનલાઈન કેન્સલેશન ટ્રેન રવાનાથી 24 કલાક અગાઉ માન્ય. તેનો ચાર્જ ભાડાના 50 ટકા રહેશે.

·         ભાડામાં કેટરિંગ ચાર્જ સામેલ નહીં. ખાવાની સુવિધા નહીં મળે. પાણી અને પેકેજ્ડ ફૂડ ખરીદી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post