• Home
  • News
  • પાયલે લગાવ્યો એકદમ અશ્લીલ આરોપ, અનુરાગે મને રૂમમાં બોલાવી અને બધાં જ કપડાં કાઢી…
post

તેણે આ પહેલાં એવું પણ જણાવ્યું હતું કે અનુરાગે તેને લાઈબ્રેરીમાં લઈ જઈને આપત્તિજનક વીડિયો બતાવ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:02:09

અભિનેત્રી પાયલ ઘોષે દાવો કર્યો છે કે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે તેની સાથે એકવાર છેડછાડ કરવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું કે અનુરાગ મારી સામે પુરી રીતે ન્યૂડ થઈ ગયા હતા અને એની સાથે અતરંગ થવાની કોશિશ કરી હતી. અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે આ કેસની સંપૂર્ણ સાચી હકીકત સંભળાવી છે. તેણે આ પહેલાં એવું પણ જણાવ્યું હતું કે અનુરાગે તેને લાઈબ્રેરીમાં લઈ જઈને આપત્તિજનક વીડિયો બતાવ્યાં હતાં

પાયલે આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે, હું તેમને યારી રોડ સ્થિત તેમની ઓફિસમાં મળવા ગઈ હતી. તે કોઈ બીજા સાથે વાત કરી રહ્યાં હતા તેથી હું પાછી આવતી રહી. બીજા જ દિવસે તેણે મને બોલાવી અને કહ્યું કે કંઇ પણ ગ્લેમરસ ન પહેરતી જેથી તું અભિનેત્રી જેવી લાગે. હું તેને સલવાર કમીઝમાં મળવા ગઈ. તેણે મારા માટે જમવાનું બનાવ્યું અને મારી પ્લેટ પણ ઉપાડી. હું થોડા સમય પછી ત્યાંથી રવાના થઈ, પરંતુ તેણે ફરીથી મેસેજ કર્યો અને મને આવવાનું કહ્યું, પરંતુ મેં ના પાડી, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. પછી મને પૂછ્યું કે તારી સાથે કોણ કોણ રહે છે. ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ફરીથી મને બોલાવી.

પાયલે વધુમાં કહ્યું, ‘આ વખતે તેણે મને તેના ઘરે બોલાવી. તે સ્મોકિંગ કરતો હતો. હું ત્યાં બેઠી હતી. થોડા સમય પછી તે મને બીજા રૂમમાં લઈ ગયો. ત્યાં તેની પત્ની કલ્કી કોચેલિનના કેટલાક ચંપલ પડ્યાં હતાં, તેણે મને ચંપલ બતાવ્યા અને કહ્યું કે મારી પત્ની અમેરિકા ગઈ છે. તે મારાથી નારાજ છે’.

પાયલે આગળ કહ્યું કે, ‘અનુરાગ તે સમયે બોમ્બે વેલ્વેટમાં કામ કરતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે છોકરીઓ રણબીર કપૂર સાથે માત્ર એક ફિલ્મ કરવા માટે તેની સાથે સૂવા તૈયાર છે. આ પછી અનુરાગે એક એડલ્ટ ફિલ્મ જોવાની શરૂઆત કરી. હું ડરી ગઈ. તે અચાનક મારી સામે નગ્ન થઈ ગયો અને મને મારા કપડા કાઢવાનું કહ્યું. મેં કહ્યું, ‘સર, હું કંફર્ટેબલ નથી.

પાયલે વધારે વાત કરતાં કહ્યું કે, અનુરાગે મને કહ્યું કે મે જે જે અભિનેત્રી સાથે કામ કર્યું એ મારા એક લોક પર મારી પાસે આવવા તૈયાર છે. ત્યારે મે ફરીથી ના પાડી. કોઈક રીતે હું ત્યાંથી ભાગી ગઈ. એના પછી હું એને ક્યારેય મળવા માટે નથી ગઈ. તેણે મને ઘણીવાર મળવા માટે બોલાવી હતી. હું આજદિન સુધી એ ઘટના ભૂલી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post