• Home
  • News
  • લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
post

પારલે પ્રોડક્ટ્સની દેશભરમાં કુલ 130 ફેક્ટરી છે, આ પૈકી 120માં સતત ઉત્પાદન થતુ હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 08:47:13

નવી દિલ્હી: કોરોના વાઈરસને લીધે લાગુ લોકડાઉનને લીધે મોટાભાગના બિઝનેસને નુકસાન પહોંચ્યું છે. પણ બિસ્કિટ કંપની પારલે-જી ને વિક્રમજનક લાભ થયો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે લોકડાઉન સમયે તેનું વેચાણ છેલ્લા આઠ દાયકા એટલે કે આશરે 80 વર્ષમાં સૌથી વધારે રહ્યું છે.


કંપની વેચાણને લગતા આંકડા અંગે માહિતી તો નથી આપી પણ એવી માહિતી ચોક્કસપણે આપી છે કે આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં છેલ્લા 8 દાયકામાં સૌથી સારુ વેચાણ રહ્યું છે. પારલે-જી વર્ષ 1938થી જ લોકો વચ્ચે એક મનપસંદ બ્રાન્ડ રહી છે. તેની કિંમત ફક્ત 5 હોવાથી લોકડાઉન સમય મોટાભાગના ઘરોમાં તેનો વપરાશ વધ્યો હતો. મોટા શહેરોથી ગામો તરફ પ્રયાણ કરનાર પ્રવાસી શ્રમિકોને પણ આ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બજાર હિસ્સામાં 5 ટકાનો વધારો થયો
પારલે પ્રોડક્ટ્સની કેટેગરીના વડા મયંક શાહે કહ્યું કે કંપનીના કુલ બજાર હિસ્સામાં આશરે 5 ટકાનો વધારો થયો છે અને આ પૈકી 80-90 ટકા ગ્રોથ પારલે-જીના બિસ્કિટમાંથી છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પારલે-જી સૌથી સરળતાથી ઉપલબ્ધ ખાદ્ય પદાર્થ હતો.કેટલાક લોકો માટે તો આ બિસ્કિટ લંચ, ડિનર અને નાસ્તાનું કામ કરતા હતા. અનેક રાજ્ય સરકારોએ પણ પારલે-જીની ઉપલબ્ધતા વધારવા માટે અમને કહ્યું હતું. આ સાથે અનેક NGOએ પણ જરૂરિયાતમંદ લોકો વચ્ચે તેનું વિતરણ કરવા માટે ખરીદી કરી હતી. તેમણે કહ્યું કે અમે 25 માર્ચથી સતત બિસ્કિટનું ઉત્પાદન કરતા હતા.

બ્રિટનાનિયાના બિસ્કિટનું પણ ધૂમ વેચાણ થયું
આ સમય ગાળા દરમિયાન પારલે-જી ઉપરાંત અન્ય બિસ્કિટ કંપનીઓનું પણ ખૂબ જ વેચાણ થયું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્રિટાનિયાની ગુડ ડે, ટાઈગર, મિલ્ક બિસ્કિટ અને મેરી બિસ્કિટ ઉપરાંત પારલેના ક્રેકઝેક, મોનેકો, હાઈડ એન્ડ સીક જેવા બિસ્કિટનું ધૂમ વેચાણ થયું હતું.

દેશભરમાં 130 ફેક્ટરી
પારલે પ્રોડક્ટ્સની દેશભરમાં કુલ 130 ફેક્ટરી છે, આ પૈકી 120માં સતત ઉત્પાદન થતુ હતું. પારલે-જી બ્રાન્ડ 100 રૂપિયા પ્રતિ કીલોથી ઓછી કેટેગરીમાં આવે છે. બિસ્કિટ ઉદ્યોગમાં ત્રીજા ભાગની કમાણી તેમાંથી આવે છે. કુલ બિસ્કિટ વેચાણમાં તેનો હિસ્સો 50 ટકા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post