• Home
  • News
  • કેસરી રંગથી રંગાયેલી ખુલ્લી કારમાં PM મોદી સવાર થતા લોકોએ ફૂલોનો વરસાદ કર્યો, 1.5 કિમી રોડની બન્ને બાજુ માનવ મહેરામણ જોવા મળ્યો
post

આ માટે તંત્ર અઠવાડીયા કરતા પણ વધુ સમયથી તડામાર તૈયારીમાં લાગી ગયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:09:07

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા. રાજકોટ એરપોર્ટથી કેસરી કલરની કારમાં સવાર થઈ રોડ-શોનો પ્રારંભ થયો. લોકોનું અભિવાદન ઝીલતા મોદી આગળ વધી રહ્યા હતા. લોકો પણ નરેન્દ્ર મોદીની ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા હતા. આથી આ દૃશ્યોનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો હતો. 1.5 કિમી રોડની બન્ને બાજુ લોકો જ લોકો નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા હતા.

આ માટે તંત્ર અઠવાડીયા કરતા પણ વધુ સમયથી તડામાર તૈયારીમાં લાગી ગયું હતું. સાંજે એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સભાસ્થળે 1.5 કિમી સુધીનો રોડ-શો યોજાયો. આથી રાજકોટ એરપોર્ટ પર મોદીને આવકારવા યુવાનો રંગબેરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગયા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post