• Home
  • News
  • લોકોને સુપ્રીમકોર્ટ અને સંસદથી વધુ ભરોસો PMO પર, ઉત્તરમાં મોદી તો દક્ષિણમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટેની પહેલી પસંદ છે
post

ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ ઈપ્સોસે દેશનાં 23 રાજ્યોની 320 લોકસભા સીટો પર સરવે કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-28 09:59:16

નવી દિલ્હી: દેશની વસતીનો એક મોટો હિસ્સો સંસદ અને સુપ્રીમકોર્ટથી વધુ વિશ્વાસ વડાપ્રધાન કાર્યાલય પર ધરાવે છે. તે ઉપરાંત તેમને એમ પણ લાગે છે કે ભાજપ પ્રજા સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં વિપક્ષની તુલનાએ વધુ કારગત રહ્યો છે. ખુલાસો પેરિસ સ્થિત ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ ઈપ્સોસના સરવેમાં થયો છે. ફર્સ્ટપોસ્ટની સાથે હાથ ધરાયેલા સરવેને દેશની પ્રજા કે વોટર્સની રાજકીય સ્થિતિ અને તેની પાછળનાં કારણોને જાણવાના ઉદ્દેશ્યથી કરાયો હતો. નેશનલ ટ્રસ્ટ સરવેના નામે જારી રિપોર્ટ મુજબ સરવેમાં પ્રજા સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં ભાજપને કોંગ્રેસની તુલનાએ શ્રેષ્ઠ ગણાવ્યો છે. સરવે મુજબ મોટા ભાગના લોકોએ સ્વીકાર્યુ કે ભાજપ મોંઘવારી, પેટ્રોલના ભાવ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બેરોજગારી સંબંધિત મુદ્દાઓનો સામનો કરવામાં કોંગ્રેસની તુલનાએ શ્રેષ્ઠ છે. જોકે તેમાં એક મોટો વર્ગ હિન્દી ભાષી રાજ્યો સાથે સંકળાયેલા લોકોનો છે.
રાહુલથી વધુ ભરોસો મોદી પર પણ દક્ષિણમાં રાહુલ ભારે : સરવે મુજબ લોકોએ દેશનું નેતૃત્વ કરનારા નેતા તરીકે વડાપ્રધાન મોદીને પહેલી પસંદ ગણાવી છે, જ્યારે રાહુલ ગાંધીના નામે તેમણે સંમતિ આપી. પણ આવું ફક્ત હિન્દી ભાષી રાજ્યોમાં થયું. બીજી બાજુ આંધ્ર, તમિલનાડુ અને કેરળના લોકોએ વડાપ્રધાન તરીકે મોદીની તુલનાએ રાહુલ ગાંધીને પહેલી પસંદ ગણાવી હતી. ઈપ્સોસે દેશનાં 23 રાજ્યોની આશરે 320 લોકસભા બેઠક પર સરવે કર્યો હતો. નેશનલ ટ્રસ્ટ સરવેમાં વિસ્તારોના આશરે 35,000 લોકોને દેશની રાજનીતિ અંગે અભિપ્રાય પૂછ્યો હતો. તેમાં ગ્રામીણ તથા શહેરી, બંને વિસ્તારોના લોકો સામેલ છે.
10
માંથી 7 લોકોને વિપક્ષ અને સંસદથી વધુ ભરોસો સુપ્રીમકોર્ટ પર
સરવે મુજબ દેશમાં લોકોને સૌથી વધુ ભરોસો વડાપ્રધાન કાર્યાલય પર છે. તે પછી સુપ્રીમકોર્ટ અને સંસદ છે. તે ઉપરાંત ચોથા ક્રમે વિપક્ષ એટલે કે કોંગ્રેસનો નંબર છે, જેના પર 53 ટકાથી વધુ લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

 

સંસ્થા

ભરોસો

પીએમઓ

74.40%

સુપ્રીમકોર્ટ

72.60%

સંસદ

71.70%

વિપક્ષી દળ

53.30%

 


 

adv

Related News

post
post
post
post
post
post
post