• Home
  • News
  • રાહુલ ગાંધીનો ગુસ્સો જોઈને લોકો મૂંઝાયા:કોંગ્રેસનેતાએ સેલ્ફી લેવા ટ્રાઇ કરી, રાહુલે જોરથી હાથને ઝાટકો મારીને ખસેડી દીધો
post

અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છીએ: રાહુલ ગાંધી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 17:58:18

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે સવારે રાજસ્થાનથી હરિયાણામાં પ્રવેશી હતી. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જ સમારોહમાં રાહુલનો ગુસ્સો જોઈને સાથી નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હકીકતમાં કાર્યક્રમ વખતે એક નેતા સ્ટેજ પર સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ ખૂબ જ ગુસ્સામાં તે નેતાના હાથને ઝાટકો મારીને દૂર ખસેડી દીધો હતો. તે નેતા સેલ્ફી લઈ શક્યો નહોતો.

અલવરને અડીને આવેલી હરિયાણા બોર્ડર પર આયોજિત એક કાર્યક્રમમાં રાહુલે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કહ્યું હતું કે 'રાજસ્થાનમાં મંત્રીઓ મહિનામાં એકવાર 15 કિલોમીટર ચાલે છે. આ મોડલ દરેક કોંગ્રેસશાસિત રાજ્યમાં લાગુ થવું જોઈએ.'

રાહુલે કહ્યું હતું કે 'મને ખુશી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે નિર્ણય લીધો છે કે રાજસ્થાનના તમામ મંત્રીઓ અને નેતાઓ મહિનામાં એકવાર 15 કિલોમીટર ચાલશે. જનતાની વાત સાંભળીને કામ કરશે. હું ખડગેજીને કહીશ કે હું સૂચન કરીશ કે જ્યાં પણ કોંગ્રેસની સરકાર બને છે ત્યાં અમારી કેબિનેટ, મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓએ મહિનામાં ઓછામાં ઓછો એક દિવસ આ રસ્તાઓ પર ચાલવું જોઈએ. ધક્કો મારવો જોઈએ, પડવો જોઈએ, નેતાઓએ રસ્તાઓ પર ચાલવું જોઈએ, ગાંઠ વાળી લેવી જોઈએ, ઘૂંટણ છોલાવા જોઈએ.'

ફ્લેગ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાહુલની સ્પીચની 4 મોટી વાત...
1.
નેતા કલાકો લાંબું ભાષણ આપે છે, અમે 15 મિનિટ જ બોલીએ છીએ
રાહુલે કહ્યું હતું કે 'યાત્રામાંથી ખૂબ જ શીખવા મળ્યું છે. આ યાત્રામાં અમે લાંબાં ભાષણો આપતા નથી. યાત્રા 6 વાગે શરૂ થાય છે અને 6-7 કલાક ચાલે છે અને પછી 15 મિનિટનું ભાષણ હોય છે. આજકાલના નેતાઓને આદત પડી ગઈ છે કે પછી તે કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટીની હોય કે પછી અન્ય પાર્ટીના હોય, આજકાલના નેતાઓ અને જનતા વચ્ચે ખાડો પડી ગયો છે. નેતાઓ વિચારે છે કે જનતાની વાત વિચારવા જેવી નથી હોતી. કલાકો સુધીનાં લાંબાં ભાષણો આપતા હોય છે. આ યાત્રાએ આ વસ્તુને બદલવાના પ્રયત્નો કર્યા છે. 7-8 કલાક અમે ચાલીએ છીએ અને અન્ય ખેડૂત નેતાઓ, મજૂરો, યુવાઓ અને નાનકડા દુકાનદારોની વાત સાંભળીએ છીએ.'

2. રોજની હાફ મેરેથોન પછી પણ રાજસ્થાની નેતાઓના ચહેરા પર થાક નથી
તેમણે કહ્યું હતું કે 'જેમ સવારથી સાંજ સુધી ચાલ્યા પછી પણ મારા ચહેરા પર થાક દેખાશે નહિ. રાજસ્થાનના નેતાઓ અહીં બેઠા છે. અશોક ગેહલોત, ગોવિંદ દોતસરા, સચિન પાઇલટ, હરીશ ચૌધરી બેઠા છે. તેમનો ચહેરો જુઓ. તેઓ 17 દિવસ સુધી દરરોજ 25 કિલોમીટર ચાલે છે, તેમણે હાફ મેરેથોન દોડી છે, પરંતુ તેમના ચહેરા પર થાક નથી. અમે અમારી શક્તિથી નહીં, પણ તમારા પ્રેમ અને લોકોની તાકાતથી આગળ વધી રહ્યા છીએ.'

3. હું નહીં, દેશનો મજૂર, ખેડૂત, દુકાનદાર, સાચો તપસ્વી
તેમણે વધુમાં જમાવ્યું હતું કે 'હમણાં જ ભાષણમાં કોઈએ કહ્યું હતું કે હું દેશનો તપસ્વી છું. મેં કન્યાકુમારીથી ચાલીને કોઈ મોટું કામ કર્યું નથી. આ દેશમાં મારાથી મોટા એવા કરોડો તપસ્વીઓ દરરોજ ચાર વાગે ઊઠીને ખેતરોમાં કામ કરે છે. જીવનભર શેરીઓમાં ચાલે છે.

4. અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છીએ
રાહુલે માલખેડા સભાની વાતનો પુનરુચ્ચાર કરતાં કહ્યું હતું કે 'ભાજપના નેતાઓએ પૂછ્યું કે યાત્રાની શી જરૂર છે? કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવાની શી જરૂર છે? અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. જ્યારે પણ આ લોકો આ દેશમાં નફરત ફેલાવવા નીકળે છે ત્યારે આપણી વિચારધારાના લોકો પ્રેમ ફેલાવવા લાગે છે. આ લડાઈ નવી નથી, આ લડાઈ હજારો વર્ષ જૂની છે. આમાં બે વિચારધારા ચાલી રહી છે. એક વિચારધારા, જે લોકોને પસંદગીયુક્ત રીતે લાભ આપે છે. જ્યારે બીજી વિચારધારા, લોકોનો અવાજ છે. એ ખેડૂત, મજૂરનો અવાજ છે, તેમની વિચારધારા છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post