• Home
  • News
  • જનતા કર્ફ્યુના કારણે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 90% જેટલો ઘટાડો
post

રોજના 60 લાખ લીટર પેટ્રોલ સામે રવિવારે માત્ર 6 લાખ લીટર વેચાણનો અંદાજ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:11:00

અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસની સામે લડત આપવાના ભાગ રૂપે 22 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ રાખવા માટે આહવાન કર્યું હતું. આના કારણે ગુજરાતમાં લોકો સ્વેચ્છાએ ઘરમાં રહેતા આજે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ Divya Bhaskarને જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યુના કારણે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં અંદાજે 90% જેવો ઘટાડો જોવા મળ્યો હતો. આવશ્યક સેવા હોવાથી પેટ્રોલ પમ્પ્સ ચાલુ હતા આમ છતાં લોકો પેટ્રોલ પુરાવવા માટે આવ્યા ન હતા.

રોજનું 60 લાખ લીટર પેટ્રોલ, 1.65 લાખ લીટર ડીઝલનું વેચાણ
ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સામાન્ય દિવસોમાં દૈનિક 60 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે. તેની સામે આજે 22 માર્ચે માત્ર 6 લાખ લીટરનું વેચાણ થયાનો અંદાજ છે. તેવી જ રીતે ડીઝલમાં રોજ 1.85 કરોડ લીટર વેચાણ થતું હોય છે જે ઘટીને 18.50 લાખ લીટર જ થયું હતું

પેટ્રોલ પમ્પના અડધા સ્ટાફને રજા આપી દીધી હતી
જનતા કર્ફ્યુના સપોર્ટમાં પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા પમ્પના અડધા સ્ટાફને રજા આપી દેવામાં આવી હતી. જોકે જે સ્ટાફ હાજર હતો તેઓને પણ પ્રોટેક્શન માટે માસ્ક અને હેડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જનતા કર્ફ્યુના કારણે પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે કોઈ આવતું ન હોવાથી હાજર સ્ટાફ પણ મોટાભાગે ખાલી બેઠો હતો.

શનિવારે સાંજ પછી થોડી ભીડ થઇ હતી
ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે, જનતા કર્ફ્યુની જાન અગાઉથી લોકોને હતી અને એ પણ ખબર હતી કે પેટ્રોલ પંપ ચાલુ રહેશે. આ કારણોસર આગળ દિવસે શનિવારે દિવસ દરમિયાન સામાન્ય દિવસ જેવું જ કામકાજ રહ્યું હતું. માત્ર સાંજ પછી લોકો પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે આવતા ત્રણ-ચાર કલાકો પુરતો ધસારો જોવા મળ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post