• Home
  • News
  • સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા:દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ 80 પૈસા મોંઘું, આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા
post

મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલ 80 પૈસા પ્રતિ લિટરે મોંઘું થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:53:51

પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે કિંમતોમાં વધારો કર્યો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં પેટ્રોલ સૌથી સસ્તું, એટલે કે 84.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.52 રૂપિયા થઈ જશે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 114.80 રૂપિયા અને ડીઝલ 97.44 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલ 80 પૈસા પ્રતિ લિટરે મોંઘું થયું હતું. ગઈકાલે રાંધણગેસમાં પણ રૂપિયા 50નો વધારો કરાયો હતો. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે, જેને કારણે કંપનીઓ પર એની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ શકે છે.

ક્યાં કેટલો ભાવ વધારો થયો
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા વધ્યા. મુંબઈમાં 85 પૈસા વધ્યા. ચેન્નઈમાં પેટ્રોલમાં 75 પૈસા અને ડીઝલમાં 76 પૈસા પ્રતિ લીટર વધ્યા. કોલકતામાં 83 પૈસા અને ડીઝલમાં 80 પૈસાનો વધારો થયો.

દેશમાં મુખ્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ

શહેર

પેટ્રોલની કિંમત

ડીઝલની કિંમત

દિલ્હી

97.01

88.27

મુંબઈ

111.67

95.85

ચેન્નઈ

102.91

92.95

કોલકાતા

106.34

91.42

નોઈડા

101.64

88.63

લખનઉં

96.87

88.42

જયપુર

108.81

92.35

શ્રીગંગાનગર

113.87

96.91

 

adv

Related News

post
post
post
post
post
post
post