• Home
  • News
  • 6 દિવસમાં પેટ્રોલ રૂ. 3.31 અને ડીઝલ રૂ. 3.42 મોંઘું થયું; ક્રૂડ 66% સસ્તુ થયું તો પણ સરકારે રૂ. 16 ટેક્સ વધારી લોકોનો ફાયદો અટકાવ્યો
post

ફક્ત પેટ્રોલ-ડીઝલ પર જ 300%થી વધુ ટેક્સ, આ અત્યાર સુધીનો સૌથી વધુ દર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 10:16:23

ગાંધીનગર: દેશમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા. એક લિટર પેટ્રોલ 57 અને ડીઝલ 59 પૈસા મોંઘુ થયું. છ દિવસમાં પેટ્રોલની કિંમત 3.31 અને ડીઝલની 3.42 રૂપિયા વધી ચૂકી છે.

ગુજરાતમાં શુક્રવારે પેટ્રોલ 70.34 અને ડીઝલ 68.34 પ્રતિ લિટર થઈ ગયું હતું. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 12.50 વેટ છે. જ્યારે દિલ્હીમાં હવે પેટ્રોલ 74.57 અને ડીઝલ 72.81 રૂપિયા થઈ ગયું છે. કોરોના સંકટ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવ 66 ટકા સુધી ઓછા થઈ ગયા હતા પણ સરકારે સામાન્ય પ્રજાને તેનો ફાયદો ન આપ્યો. ખજાનો ભરવા માટે સરકારે આ દરમિયાન માર્ચથી જૂન વચ્ચે બે વખત પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. સાથે જ રાજ્યોમાં વેટ પણ વધ્યો હતો.

નિષ્ણાંતો અનુસાર સરકારે ટેક્સ ન વધાર્યો હોત તો પેટ્રોલ-ડીઝલ આજે પણ 15થી 20 રૂપિયા સસ્તું  હોત. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર પ્રતિબેરલ હતા જે 20 ફેબ્રુઆરીએ 58 ડોલર પર આવી ગયા હતા. તે પછી તેમાં ઝડપી ઘટાડો થયો અને 21 એપ્રિલે તે 20 ડોલરથી નીચે આવી ગયા. 21 એપ્રિલ પછી ક્રૂડ ઓઈલના ભાવ વધવા લાગ્યા. 

સામાન્ય લોકોને લાભ પહોંચતો આ રીતે રોકાયો

·         જીએસટી લાગુ થયા બાદથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી અને રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવે છે. 

·         12 માર્ચ 2020 સુધી આ બંને મિલાવીને પેટ્રોલ પર કુલ કેન્દ્રીય ટેક્સ 17 રૂપિયા અને ડીઝલ પર 11 રૂપિયા હતો.

·         13 માર્ચે કેન્દ્રે ટેક્સમાં વધારો કર્યો અને પેટ્રોલ પર કુલ ટેક્સ 20 રૂ. અને ડીઝલ પર 14 રૂ. કરી દીધો. 

·         5 જૂને કેન્દ્રે વધુ એક વધારો ઝિંક્યો. પેટ્રોલ પર ટેક્સ 10 રૂ. વધારી 30 અને ડીઝલ પર 13 રૂ. વધારી 27 રૂ. પ્રતિ લિટર કરી દીધો. 

·         અન્ય છૂટાછવાયા સેસ મિલાવીને પેટ્રોલ પર એક્સાઈઝનો દર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂ. થઈ ગયો. 

·         રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર વેટ તથા વિશેષ કર વસૂલે છે. કેન્દ્ર તરફથી ટેક્સ વધારવાથી વેટની માત્રા આપમેળે વધી જાય છે. અનેક રાજ્ય અલગથી પણ ટેક્સ વસૂલે છે. 

15 માર્ચથી 5 જૂન સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા

તારીખ

પેટ્રોલ

ડીઝલ

15 માર્ચ

77.56

68.27

5 જૂન

77.56

68.27

12 જૂન

80.98

71.54

આ રીતે ક્રૂડ ઓઈલનો ભાવ ઘટ્યો

તારીખ

ડોલર પ્રતિ બેરલમાં

3 જાન્યુઆરી

68.60

20 ફેબ્રુઆરી

58.80

21 એપ્રિલ

19.33

12 જૂન

38

ક્રુડનો અસલી ભાવ રૂ. 20, આપણે ચૂકવીએ છીએ રૂ.70થી પણ વધુ, પેટ્રોલ-ડીઝલની કિંમતનો ગણિત આ રીતે સમજો

વિષય

પેટ્રોલ

ડીઝલ

આધાર મૂલ્ય

17.96

18.49

પરિવહન ખર્ચ

0.32

0.29

ડીલરનો રેટ

18.28

18.78

એક્સાઈઝ ડ્યૂટી

32.98

31.83

ડીલર કમિશન

3.56

2.52

વેટ (ગુજરાતમાં)

12.50

12.50

રિટેલ કિંમત

70.34

68.47

 

adv

Related News

post
post
post
post
post
post
post