• Home
  • News
  • પાઇલટે કહ્યું- ગેહલોતનાં નેતા વસુંધરા, સોનિયા નહીં:લેટર લખ્યો, ઉપવાસ કર્યા, પણ CMએ ભ્રષ્ટાચાર અંગે કોઈ પગલાં લીધાં નહીં; 11થી પદયાત્રા કરીશ
post

સચિન પાઇલટ સતત ભાજપના શાસનના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 18:01:14

જયપુર: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને નેતા સચિન પાઇલટ વચ્ચેની લડાઈ હવે સામસામે આવી ગઇ છે. તેમણે મંગળવારે ગેહલોતના આરોપો પર ખૂલીને જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'હું પહેલીવાર જોઈ રહ્યો છું કે કોઈ પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની ટીકા કરી રહ્યા છે. ભાજપના નેતાઓનાં વખાણ અને કોંગ્રેસના નેતાઓનું અપમાન મારી સમજની બહાર છે, આ તદ્દન ખોટું છે.

'મુખ્યમંત્રીના શબ્દો પરથી લાગે છે કે તેમના નેતા વસુંધરા રાજે છે, સોનિયા ગાંધી નહીં. ઘણા લોકો પોતાના નેતાઓને ખુશ કરવા માટે ઘણી વાતો કરે છે, ગપસપ કરે છે. આવી વાતો મને પણ કહેવામાં આવે છે, પણ હું સ્ટેજ પર આવું કહું તો શોભતું નથી. કોંગ્રેસની સર્વોદયી તાલીમ શિબિરમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી માઉન્ટ આબુ પહોંચ્યા છે.

સચિનનું મોટા નિવેદન, કહ્યું- હવે મને કોઈ આશા નથી

·         પાઇલટે કહ્યું, 'અમે દિલ્હી ગયા અને અમારી વાત કહી. વસુંધરાજીના ભ્રષ્ટાચાર પર ઘણા મહિનાઓ સુધી લેટર લખ્યા. ભૂખહડતાળ પર બેઠા. હજુ સુધી તપાસ કરી નથી. હું સમજુ છું કે શા માટે પગલાં લેવામાં આવ્યાં નથી. હવે મને કોઈ આશા નથી. જનતા જ ભગવાન છે.

·         સૌએ જનતા સમક્ષ નમવું પડશે. ભ્રષ્ટાચારના વિરોધમાં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી પદયાત્રા કાઢશે. 125 કિલોમીટર લાંબી મુસાફરી થશે અને એમાં 5 દિવસનો સમય લાગશે.

ગેહલોતે ગઈકાલે પાઇલટ કેમ્પના ધારાસભ્યોને અમિત શાહના પૈસા પરત કરવાની સલાહ આપી હતી
રવિવારે ગેહલોતે ધૌલપુરમાં પાઇલટ કેમ્પના ધારાસભ્યો પર રાજકીય સંકટ સમયે 10થી 20 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. ગેહલોતે ધારાસભ્યોને અમિત શાહના પૈસા પરત કરવાની સલાહ પણ આપી હતી.

 

ભ્રષ્ટાચાર પર ભાજપની કાર્યવાહીના મુદ્દે પાઇલટે ઉપવાસ કર્યા

સચિન પાઇલટ 11 એપ્રિલે જયપુરમાં શહીદ સ્મારક પર ઉપવાસ પર ઊતર્યા હતા અને ભાજપના શાસનના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાઇલટના ઉપવાસ પહેલાં, રાજ્ય પ્રભારી સુખવિંદર રંધાવાએ એક લેખિત નિવેદન જાહેર કરીને એને પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ પછી વિવાદ વધ્યો, ત્યાર બાદ પૂર્વ સીએમ કમલનાથે સચિન પાઇલટ સાથે વાત કરી અને મધ્યસ્થી કરી. પાઇલટના ઉપવાસને પક્ષવિરોધી ગણાવીને વિવાદને શાંત કરવા માટે એને બેકબર્નર પર મૂકવામાં આવ્યું હતું. હવે ફરીથી શબ્દયુદ્ધ ઉગ્ર થવા લાગ્યું છે.

ભ્રષ્ટાચાર મુદ્દે ગેહલોત અને પાઇલટ વચ્ચે શબ્દયુદ્ધ ઉગ્ર
સચિન પાઇલટ સતત ભાજપના શાસનના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બાડમેરમાં મંત્રી હેમારામ ચૌધરીના પુત્રની યાદમાં બનેલી હોસ્ટેલના ઉદઘાટન પ્રસંગે આયોજિત બેઠકમાં પાઇલટે ફરી ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાઇલટે કહ્યું હતું કે ભાજપના શાસનના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાથી ઘણા લોકો નારાજ થયા હતા, પરંતુ તેમણે તેની પરવા કરી ન હતી. હું ભ્રષ્ટાચાર સામે મારો અવાજ ઉઠાવતો રહીશ. બીજા જ દિવસે ધોલપુરના રાજખેડામાં સીએમ ગેહલોતે પાઇલટ કેમ્પ પર અમિત શાહ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે.

ગેહલોતે કહ્યું હતું- ધારાસભ્ય અમિત શાહને પૈસા પરત કરે
ગેહલોતે રવિવારે કહ્યું હતું - એ સમયે અમારા ધારાસભ્યોને 10થી 20 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. એ પૈસા અમિત શાહને પરત કરવા જોઈએ. અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્ર સિંહ શેખાવતે સાથે મળીને અમારી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. રાજસ્થાનમાં ધારાસભ્યોને પૈસાની વહેંચણી કરવામાં આવી હતી. આ લોકો પૈસા પાછા નથી લેતા. મને ચિંતા થાય છે કે તેઓ પૈસા પાછા કેમ નથી લેતા? તમે આ પૈસા પાછા કેમ નથી માગતા?

ગેહલોતે કહ્યું- મેં અમારા ધારાસભ્યોને પણ કહ્યું હતું કે જેણે 10-20 કરોડ લીધા છે, જો મેં એમાંથી થોડો ખર્ચ કર્યો હોય, તો હું એ ભાગ આપીશ. હું એઆઇસીસી પાસેથી મેળવીશ. તમે અમિત શાહને પૈસા પાછા આપો. જો તમે 10 કરોડ લીધા હોય તો 10 કરોડ, જો 15 કરોડ લીધા હોય તો તેમને 15 કરોડ પાછા આપો. તેના પૈસા રાખશો નહીં. જો તમે તેના પૈસા રાખશો તો તે હંમેશાં તમારા પર દબાણ રાખશે. તેઓ ગૃહમંત્રી પણ છે, તેઓ ગુજરાતમાં જેમ ધમકાવે છે એમ ધમકાવશે. મહારાષ્ટ્રમાં ધાકધમકીથી શિવસેના બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. અમિત શાહ ખૂબ જ ખતરનાક રમત રમે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post