• Home
  • News
  • PM મોદી અચાનક મંત્રી પંકજ ચૌધરીના ઘરે પહોંચ્યા:ગોરખપુરની સાંકડી ગલીઓમાં ચાલ્યા, તેમની માતાને કહ્યું- હું તમને મળવા જાતે આવ્યો છું
post

જ્યારે શિવ પ્રતાપ શુક્લાને હટાવી પંકજને મંત્રી બનાવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:03:23

PM મોદી શુક્રવારે ગોરખપુર પહોંચ્યા હતા. ત્યાં ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે પીએમ અચાનક પંકજ ચૌધરીના ઘરે પહોંચી ગયા હતા. પંકજ ચૌધરી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી છે. તેમનું ઘર ગીતા પ્રેસથી લગભગ 1 કિલોમીટર દૂર છે. પીએમની સાથે સીએમ યોગી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સાંસદ રવિ કિશન પણ હતાં. PM લગભગ 10 મિનિટ સુધી પંકજ ચૌધરીના ઘરે રોકાયા હતા. તેમની માતાને મળ્યા. તેમના ખબર-અંતર પૂછ્યા.

વાસ્તવમાં શુક્રવારે સાંજે ગીતા પ્રેસમાંથી નીકળ્યા બાદ પીએમ મોદીનો કાફલો બંધુ સિંહ પાર્ક પાસે અચાનક થંભી ગયો. આ પછી પીએમ કારમાંથી નીચે ઊતર્યા. સાંકડી હરિવંશ ગલીમાં 150 મીટર ચાલીને કેન્દ્રીય મંત્રીના ઘરે પહોંચ્યા. પંકજ ચૌધરીના ઘરે પીએમના આગમનનો કાર્યક્રમ અગાઉથી નક્કી હોવાનું કહેવાય છે. જોકે એ જાહેર કરવામાં આવ્યું નહોતું.

પીએમે પંકજની માતાને કહ્યું... અહીં હું પોતે તમને મળવા આવ્યો છું
કેન્દ્રીય મંત્રીના ઘરની બહાર પહોંચતાં જ પંકજ ચૌધરીએ પીએમનું સ્વાગત કર્યું. તેમને અંગ વસ્ત્રો ઓઢાવ્યા. આ પછી પીએમ પગપાળા ઘરે પહોંચ્યા. ત્યાં લગભગ 10 મિનિટ વિતાવી. પીએમ પંકજ ચૌધરીની માતા અને મહારાજગંજનાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઉજ્જવલા ચૌધરીને પણ મળ્યા હતા. પીએમે તેમને કહ્યું, તમે મને મળવા દિલ્હી આવી રહ્યાં હતાં, હું તમને મળવા પોતે આવ્યો છું.

બાળકોને વહાલ કર્યું અને તેમની સાથે ફોટા પડાવ્યા
આ પછી પીએમ મોદીએ પંકજ ચૌધરીના પુત્ર રોહન ચૌધરીના પુત્ર અવિરાજના ગાલ પકડીને વહાલ કર્યું. પીએમએ પંકજ ચૌધરીના પૌત્ર અગસ્તે અને ભત્રીજા રાહુલ ચૌધરીનાં બાળકો યુવરાજ અને કાયના સાથે ફોટા પડાવ્યા.

અચાનક જ જવાનોને સુરક્ષા વ્યવસ્થામાં પરસેવો વળી ગયો
ભલે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમની મુલાકાતનું શેડ્યૂલ અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી સ્તરે પણ કોઈને તેના વિશે વધુ માહિતી નહોતી. PMના પંકજ ચૌધરીના ઘરે જવાના કાર્યક્રમને લઈને અહીં તહેનાત સુરક્ષાકર્મીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉતાવળમાં શેરીનું બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નજીકની ઈમારતોની છત પર જવાનોને પણ તાત્કાલિક તહેનાત કરી દેવામાં આવ્યા હતા. લોકોને તરત જ શેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પંકજ ચૌધરી 6 વખતથી સાંસદ છે, કુર્મી સમુદાયનો મોટો ચહેરો
ગોરખપુરના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન અચાનક કોઈના ઘરે પહોંચી ગયા હોય. ચૂંટણીના વર્ષમાં પીએમના આ પગલાની ચર્ચા થઈ રહી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પીએમે પંકજ ચૌધરીના ઘરે જઈને મોટો સંદેશ આપ્યો છે. પંકજ ચૌધરી 6 વખતથી સાંસદ છે. તેઓ પૂર્વાંચલમાં કુર્મી સમુદાયનો મોટો ચહેરો છે.

જ્યારે મહારાજગંજ જિલ્લો ગોરખપુરમાંથી અલગ કરવામાં આવ્યો હતો, ત્યારે જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો કબજો હતો. પંકજ ચૌધરીનાં માતા ઉજ્જવલ ચૌધરી અને સ્વર્ગસ્થ ભાઈ પ્રદીપ ચૌધરીએ આ બેઠક ચાલુ રાખી હતી. 1989માં પંકજ શિવપુરીથી કોર્પોરેટર બન્યા, પછી મેયર તરીકે ચૂંટાયા. 1991માં તેઓ યુપીમાં ભાજપની કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. 1991 પછી મહારાજગંજથી સતત 3 વખત સાંસદ બન્યા. તેઓ કુલ 6 વખત લોકસભાની ચૂંટણી જીતીને સંસદસભ્ય બન્યા છે. 2021માં તેમને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

જ્યારે શિવ પ્રતાપ શુક્લાને હટાવી પંકજને મંત્રી બનાવાયા
2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ શિવ પ્રતાપ શુક્લાને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમના સ્થાને પંકજ ચૌધરીને સામેલ કર્યા. પંકજ ચૌધરીએ કુર્મી વોટ બેંક પર પોતાની પકડ મજબૂત કરી. યુપીમાં કુર્મી મતદારોની સંખ્યા લગભગ 5%થી 6% છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે ગઠબંધન અપના દળના કુર્મી નેતા અનુપ્રિયા પટેલ સાથે છે, પરંતુ ભાજપ પંકજ ચૌધરીનું કદ વધારીને સત્તાનું સંતુલન બનાવી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post