• Home
  • News
  • કેદારનાથ ધામ પાસે થઈ રહેલા કચરાના ઢગલાથી પીએમ મોદી દુઃખી, મન કી બાત..માં કર્યો ઉલ્લેખ
post

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ચાર ધામ યાત્રા માટે લોકો મોટી સંખ્યામાં કેદારનાથ પહોંચી રહ્યા છે પણ ઘણા લોકો કેદારનાથમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને તે યોગ્ય નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:42:54

નવી દિલ્હી: આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે લોકોનો અભૂતપૂર્વ ધસારો છે. ઉત્તરાખંડના રસ્તાઓ પર હજારો વાહનોનો દેખાઈ રહ્યા છે અને ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે.બીજી તરફ લોકોની ભીડના કારણે આ પહાડી રાજ્યની ખૂબસુરત જગ્યાઓ પર ઠેર ઠેર કચરાના ઢગલા સર્જાઈ રહ્યા છે.લોકો મન ફાવે તેમ કચરો નાંખી રહ્યા હોવાથી પીએમ મોદી પણ નારાજ છે. તાજેતરમાં જ કેદારનાથમાં કચરાના ઢગલાના કારણે થયેલી ગંદકીની તસવીરો સામે આવી હતી.જેને લઈને પીએમ મોદીએ આજે મન કી બાત..માં પણ નારાજગી વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ચાર ધામ યાત્રા માટે લોકો મોટી સંખ્યામાં કેદારનાથ પહોંચી રહ્યા છે પણ ઘણા લોકો કેદારનાથમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને તે યોગ્ય નથી.પવિત્ર યાત્રા ધામમાં કચરાના ઢગલા થાય તે દુખી કરનારી વાત છે.તેમણે ભાવિકોને કચરો ગમે તેમ નહીં ફેંકવા માટે અપીલ પણ કરી છે. દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા કેદારનાથ રુટ પરથી ગંદકી હટાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને નક્કી કરાયેલી જગ્યાઓ પર કચરો મુકવા માટે અપીલ કરાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post