• Home
  • News
  • PM મોદીને મળ્યા ભૂતાનના કિંગ:બંને દેશોની વચ્ચે સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ, NSA ડોભાલ સાથે પણ મુલાકાત કરી
post

ભૂતાનના રાજા જિગ્મે વાંગચુકે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:53:52

નવી દિલ્હી: ભૂતાનના ત્રીજા રાજા જિગ્મે વાંગચુકે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને લીડર્સ વચ્ચે આર્થિક સહયોગ સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. આ પહેલાં વાંગચુક NSA અજીત ડોભાલ સાથે પણ મળ્યા હતાં. તેમણે રાજઘાટ પહોંચીને મહત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભૂતાનના નરેશ સાંજે લગભગ 5 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. વાંગચુકની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગયા અઠવાડિયે જ ભૂતાનના પીએમે ડોકલામને ત્રણ દેશોનો વિવાદ ગણાવ્યો હતો. આ પહેલા સોમવારે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવેલા ભૂતાનના રાજા જિગ્મે વાંગચુકે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે વાંગચુકની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. રિપોટ્સ પ્રમાણે, રાજા વાંગચુક સાથે ભૂતાનના વિદેશ વેપાર મંત્રી ટેન્ડી દોરજી અને શાહી સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ ભારત આવ્યા છે. ભારતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિસ્તાર અંગે પણ વાતચીત થશે.

સૌથી પહેલા જાણી લો કે ભૂતાનના પીએમ લોતે થેરિંગે શું કહ્યું હતું?

·         બેલ્જિયમની એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ભૂતાનના પીએમ થેરિંગે કહ્યું હતું કે - ડોકલામ મુદ્દાનો ઉકેલ માત્ર ભૂતાન શોધી શકે નહીં. આ કેસમાં ત્રણ દેશો સામેલ છે અને આ બાબતે કોઈપણ દેશને નાનો ન ગણી શકાય. બધા સમાન ભાગીદાર છે.

·         થેરિંગનું આ નિવેદન ભારતની ચિંતામાં વધારો કરશે. તેનું કારણ એ છે કે ભારત ડોકલામમાં ચીનના કોઈપણ દાવાને સ્વીકારતું નથી. તેમના મતે આ ભારત અને ભૂતાન વચ્ચેનો મામલો છે. ચીને આમાં દખલ ન કરવી જોઈએ. આ ભાગ ભારતના સિલિગુડી કોરિડોરમાં આવે છે, જે તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે સંવેદનશીલ માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post