• Home
  • News
  • તામિલનાડુની મુલાકાતે ગયેલા PM મોદીએ પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમની તસવીર શેર કરી, એક કલાકમાં એક લાખ લાઇક્સ મળી
post

સોશિયલ ડિસટન્સિંગ પર દેખરેખ માટે CCTV કેમરા લગાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 10:45:03

કોરોનાકાળમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં દર્શક ક્રિકેટ જોવા માટે પહોંચ્યા છે. શરૂઆત ચેન્નઈના ચેપકમાં ચાલી રહેલી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચથી થઈ છે. બીજા દિવસે આ ટેસ્ટને એક ખાસ દર્શકે એક અલગ અંદાજમાં જોઈએ છે. આ ખાસ દર્શક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. PM મોદીએ રવિવારે તામિલનાડુ પ્રવાસ પર હતા. તેઓ જ્યારે ચન્નઈથી કેરળ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમનો ફોટો લીધો.

PM મોદીએ ફોટોને સોશિયલ મીડિયા અકાઉન્ટર પર શેર કર્યો અને લખ્યું-ઈન્ટરેસ્ટિંગ ટેસ્ટ મેચનો હવાઈ નજારો જોવા મળ્યો. PM મોદીની આ પોસ્ટ વાયરલ થઈ છે. તેને એક કલાકમાં આશરે એક લાખ લોકોએ શેર કરી.

ચેપકમાં 50 ટકા ફેન્સને એન્ટ્રી મળી છે. ટેસ્ટના બીજા દિવસે પોતાના જીવનની પહેલી મેચ જોવા એક નાની ફેન પહોંચી. તેણે એક પ્લે-કાર્ડ દેખાડી કહ્યું કે તે પહેલી વખત સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે આવી છે. સ્ટેડિયમમાં સચિનનો ફેન સુધિર પણ દેખાયો. તેણે જર્સી નંબર-10 સાથે શરીર લખેલું હતું કે ''મિસ યુ તેંડુલકર'.

નાનકડી ફેને પહેલી વખત સ્ટેડિયમમાં જઈને ટેસ્ટ મેચ જોઈ

મેચના બીજા દિવસે સ્ટેડિયમ પહોંચેલા ઘણા અન્ય ફેન્સે પણ તસવીરો દ્વારા ક્રિકેટ સાથે જોડાણ શેર કર્યું. એક નાનકડી ફેન પોતાની લાઈફની પહેલી મેચ જોવા પહોંચી. આ દરમિયાન સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના ફેન રહી ચૂકેલા સુધીર પણ પહોંચ્યા. નાનકડી ફેને એક પ્લે-કાર્ડ બતાવતા કહ્યું કે,આ તેની લાઈફનો પહેલી ટેસ્ટ છે. તે પહેલી વખત સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી છે.

સ્ટેડિયમમાં 50% ફેન્સને એન્ટ્રી
જો કે, કોરોના વચ્ચે લોકડાઉન પછી પહેલી વખત દેશમાં ક્રિકેટ સ્ટેડિયમમાં 50% ફેન્સને એન્ટ્રી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં એન્ટ્રી આપવા માટે 17 ગેટ છે. તમામનું તાપમાન પણ ચેક કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં મેડિકલ અને આઈસોલેશન રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

સોશિયલ ડિસટન્સિંગ પર દેખરેખ માટે CCTV કેમરા લગાવ્યા
સોશિયલ ડિસટન્સિંગની દેખરેખ માટે CCTV કેમરા પણ લગાડવામાં આવ્યા છે. દર્શક સ્ટેડિયમની અંદર માત્ર મોબાઈલ લઈ જઈ શકશે. સ્ટેન્ડ્સમાં બોલ ગયા પછી એમ્પાયર તેને સેનેટાઈઝ કરશે. તમામે માસ્ક પહેરવું જરૂરી છે. ગ્રાઉન્ડના ચારેય બાજુ મેડિકલ ટીમ હાજર રહેશે. 4 એમ્બ્યુલન્સની સુવિધા થશે. સ્ટેડિયમમાં મેડિકલ રૂમ અને આઈસોલેશન રૂમ પણ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post