• Home
  • News
  • PM મોદી અચાનક મેટ્રોમાં મુસાફરી કરીને DU પહોંચ્યા:મોદીએ કહ્યું- હું અમેરિકા ગયો હતો, તમે ભારતનું સન્માન જોયું હશે, કારણ- આપણા યુવાનો પર વિશ્વનો વિશ્વાસ
post

100 વર્ષ પહેલાં આઝાદીનું લક્ષ્ય હતું. હવે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:44:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. સરસ્વતી વંદના સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટીનો ઈતિહાસ ખાસ છે. આ માત્ર યુનિવર્સિટી નહીં, પરંતુ એક મૂવમેન્ટ છે. આ યુનિવર્સિટીએ તેના લાંબા ઈતિહાસમાં દરેક ચળવળ જોઈ અને જીવી છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશના યુવાનોને ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું. વડાપ્રધાનનું સંબોધન પૂરું થતાંની સાથે જ DUના પરિસરમાં 'જય શ્રીરામ'ના નારા ગુંજવા લાગ્યા હતા.

પીએમ અચાનક મેટ્રોમાં મુસાફરી કરીને DU પહોંચ્યા હતા
પીએમ અચાનક મેટ્રોમાં મુસાફરી કરીને DU પહોંચ્યા. તેઓ સવારે 11 વાગ્યે લોકકલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશન ગયા હતા. અહીં તેમણે ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને પછી તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. મોદીએ મેટ્રોમાં મુસાફરો સાથે વાતચીત કરી હતી. દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે 1922ના રોજ થઈ હતી. એમાં 86 વિભાગ, 90 કોલેજ, 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.

મોદીના સંબોધનની મહત્ત્વની વાતો

મોદીએ કહ્યું- ગુલામીએ આપણા શિક્ષણનાં મંદિરોને નષ્ટ કર્યાં
આજે દેશમાં 90થી વધુ કોલેજો છે. એક સમયે ભારતની અર્થવ્યવસ્થા ડહોળાઈ ગઈ હતી. આજે ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થામાં સામેલ થઈ ગયું છે. આજે ડીયુમાં ભણતા છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા વધી છે. એ જ રીતે દેશમાં જેન્ડર રેશિયોમાં પણ સુધારો થયો છે. શૈક્ષણિક સંસ્થાનાં મૂળ જેટલાં ઊંડાં હોય છે, દેશની શાખાઓ તેટલી જ ઊંચાઈએ સ્પર્શે છે. યુનિવર્સિટી અને દેશના ભવિષ્ય માટેના સંકલ્પોમાં એકરૂપતા હોવી જોઈએ.

ભારતના યુવાનો પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે
આપણી શિક્ષણ સંસ્થાઓ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. એની પાછળ સૌથી મોટી ગાઈડિંગ ફોર્સ ભારતની યુવા શક્તિ છે. એક સમય હતો, જ્યારે વિદ્યાર્થીઓ કોઈપણ સંસ્થામાં પ્રવેશ પહેલાં માત્ર પ્લેસમેન્ટને જ પ્રાથમિકતા આપતા હતા. યુવા હવે કંઈક નવું કરવા માગે છે. 2014 પહેલાં દેશમાં 100 સ્ટાર્ટઅપ હતાં. હવે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં અમેરિકાના પ્રવાસે ગયો હતો. તમે જોયું હશે કે ભારતનું સન્માન અને ગૌરવ કેટલું વધ્યું છે. કારણ કે ભારતની ક્ષમતા અને ભારતના યુવાનો પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે.

આજે દેશભરમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ બનાવવામાં આવી રહી છે
100
વર્ષ પહેલાં આઝાદીનું લક્ષ્ય હતું. હવે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. છેલ્લી સદીના ત્રીજા દાયકામાં સ્વતંત્રતા સંગ્રામને નવી ગતિ આપી. આ સદીના ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપશે. આજે દેશભરમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ બનાવવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈઆઈટી અને આઈ.એમ.એમ જેવી સંસ્થાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. આ ન્યૂ ઈન્ડિયાના બિલ્ડિંગ બ્લોક્સ છે.

અમે શિક્ષણનું ફોકસ એના પર પણ કર્યું કે વિદ્યાર્થી શું શીખવા માગે છે
શિક્ષણ એ માત્ર શીખવવાની પ્રક્રિયા નથી, એ શીખવાની પણ પ્રક્રિયા છે. ઘણા સમયથી શિક્ષણનું ધ્યાન વિદ્યાર્થીઓને શું ભણાવવું જોઈએ એના પર જ હતું. અમે શિક્ષણનું ફોકસ તેના પર પણ કર્યું કે વિદ્યાર્થી શું શીખવા માગે છે. આપ સૌના પ્રયાસોથી નવી શિક્ષણનીતિ તૈયાર થઈ. વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ ગમતા વિષયો પસંદ કરી શકે છે.

DU દરેક મહત્ત્વપૂર્ણ ક્ષણની સાક્ષી રહી છે​​​​
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીને ત્રણ ઈમારત ભેટમાં આપી. દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે DU આવવું એ મારા માટે ઘરે આવવા જેવું છે. DU દરેક મહત્ત્વપૂર્ણ ક્ષણની સાક્ષી રહી છે.

AI વિશે આ મોટી વાત કહી
PM
મોદીએ કહ્યું, 'AI અને VR હવે સાયન્સ ફિક્શન નથી, એ આપણા જીવનનો એક ભાગ છે. ડ્રાઇવિંગથી લઈને સર્જરી સુધી બધું જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી શક્ય બની રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે એક સમયે DUમાં માત્ર 3 કોલેજ હતી, આજે 90થી વધુ છે. ભારતની અર્થવ્યવસ્થા એક સમયે ખરાબ સ્થિતિમાં હતી, આજે એ વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગઈ છે. હવે DUમાં ભણતી છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધુ છે. આનો અર્થ એ થયો કે શૈક્ષણિક સંસ્થાઓનાં મૂળ જેટલાં ઊંડાં હોય છે, દેશની શાખાઓ તેટલી જ ઊંચાઈએ સ્પર્શે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. પીએમ મેટ્રોમાં બેસીને દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post