• Home
  • News
  • 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ પુરા:વડાપ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી, શહીદોને શ્રદ્ધાંજલિ આપી
post

આ મશાલ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના પરમ વીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સુધી પણ પહોંચશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 11:48:15

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલી જંગમાં જીતના આજે 50 વર્ષ પુરા થઈ ગયા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે આવેલા નેશનલ વોર મેમોરિયલ પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી. અહીં તેમનું નેતૃત્વ રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત અને સેનાના ત્રણેય વિભાગના પ્રમુખ પણ હાજર રહ્યાં. તમામે શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

આખા દેશમાં બુધવારે સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. શહીદોની યાદમાં ઘણા કાર્યક્રમ થઈ રહ્યાં છે. જેમાં 1971ના યુદ્ધમાં લડી ચુકેલા સૈનિકો અને શહીદોના વિધવાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ બેન્ડ ડિસ્પ્લે, સેમિનાર, પ્રદર્શન, ફિલ્મ ફેસ્ટિવલ, કોન્ક્લેવ અને એડવેન્ચર એક્ટિવિટી પણ થશે.

ચાર વિજય મશાલ પ્રગટાવી
વડાપ્રધાને નેશનલ વોર મેમોરિયલની જ્યોતથી ચાર વિજય મશાલ પ્રગટાવી. આ મશાલને દેશના અલગ અલગ ભાગમાં લઈ જવાશે. આ મશાલ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના પરમ વીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સુધી પણ પહોંચશે. નેશનલ વોર મેમોરિયલ બનાવતી વખતે આ તમામ વીરતા પુરસ્કાર વિજેતાઓને સન્માન આપવા માટે તેમના ગામની માટી લાવવામાં આવી હતી.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શું થયું હતું?
1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું મુખ્ય કારણ બાંગ્લાદેશને આઝાદ કરાવવાનો હતો. આ યુદ્ધમાં ભારતીય સેના પણ સામેલ થઈ હતી. 13 દિવસ ચાલેલી આ લડાઈમાં પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ મળ્યો હતો. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન જનરલ એએકે નિયાજીએ તેમના 90 હજાર સૈનિકો સાથે ભારત અને મુક્તિ વાહિની સામે ઢાકામાં આત્મસમર્પણ કરી દીધું. આ સાથે જ બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post