• Home
  • News
  • PMનો ગુજરાત પ્રવાસ:વડાપ્રધાન મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલ્યું, ટ્વિટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું
post

વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે. 19મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-18 11:42:23

વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાનાં છે. ત્યારે આ મુલાકાત પહેલાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્રનામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. જેમાં અંગ્રેજીમાં રાખેલ નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરશે.

વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.


ત્રણ દિવસના પ્રવાસમાં વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે
19
મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે. 20મી એપ્રિલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. ત્રણ દિવસના પ્રવાસમાં વડાપ્રધાન રૂપિયા 22,600 કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે.


વડાપ્રધાનની મુલાકાત પહેલાં મનિષ સિસોદિયાનું ટ્વિટ
દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટર પર લખ્યું છે કે, વડાપ્રધાન! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય. ત્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ જંકયાર્ડમાં કરોળિયાના જાળા છે, શૌચાલય તૂટેલા છે. મેં પોતે શિક્ષણપ્રધાનના ક્ષેત્રમાં આવી શાળાઓ જોઈ છે. ગુજરાતની શાળા જોઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે,ગુજરાત જેને ગમતું ન હોય તે ગુજરાત છોડી શકે છે. જેને લઇને આમ આદમી પાર્ટીને પ્રચાર કરવાનો મોકળો માર્ગ મળી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post