• Home
  • News
  • પટનામાં વિદ્યાસહાયકો પર પોલીસનો લાઠીચાર્જ, VIDEO:હાથમાં તિરંગો હોવા છતાં ADMએ ડંડા માર્યા, એટલો માર્યો કે લોહીલુહાણ થઈ ગયો
post

3 વર્ષથી નિમણૂકની રાહ જોવાય છે, સતત પ્રદર્શનની ચેતવણી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:26:44

પટનામાં સોમવારે પોલીસે બેરોજગાર વિદ્યાસહાયકોને પ્રદર્શન દરમિયાન ડંડા માર્યા છે. પટનાના સીનિયર પોલીસ અધિકારી કેકે સિંહે તિંરગો હાથમાં લઈને પ્રદર્શન કરતાં એક યુવક પર લાઠી ચાર્જ કર્યો હતો. અધિકારીએ તે યુવકને એટલો માર માર્યો કે તે લોહિલૂહાણ થઈ ગયો હતો.

નિમણૂક માટે વિરોધ-પ્રદર્શન કરાયું હતું
અંદાજે 5000 CTET અને BTET પાસ વિદ્યાસહાયકો પોસ્ટઓફિસ ચાર રસ્તા પાસે વિરોધ-પ્રદર્શન કરતા હતા. આ દરમિયાન પોલીસે તેમના પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. આ વિદ્યાસહાયકો સાતમા તબક્કાની નિમણૂકની માગ માટે વિરોધ પ્રદર્શન કરતા હતા. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને વોટર કેનન તહેનાત હતા. આ વિદ્યાસહાયકો બિહારના નવા શિક્ષણ મંત્રી વિરુદ્ધ નારેબાજી કરતા હતા. CTET, BTET પાસ આ વિદ્યાસહાયકોની માંગ હતી કે પ્રાથમિક લિસ્ટ જાહેર કરવામાં આવે.

પ્રદર્શનકારીઓએ કહ્યું- અમે મેરિટ લિસ્ટમાં છીએ, પરંતુ સરકાર સાંભળતી જ નથી
2019
ના STET પરિક્ષામાં પાસ વિદ્યાસહાયકનું કહેવું છે કે, અમે લોકો મેરિટ લિસ્ટ વાળા છીએ અને હજી સુધી સરકાર અમારી સમસ્યાનો ઉકેલ લાવી નથી. નવી સરકાર બન્યા પછી આજે અમે રાજભવન માર્ચ કરવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે રોકી દીધા તેથી અમે હવે રસ્તા પર ઉભા રહીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છીએ.
બિહારમાં STET પરિક્ષા 8 વર્ષ પછી થઈ છે. નોટિફિકેશન 2019માં જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020માં ઓફલાઈન પરિક્ષા થઈ હતી. પરંતુ 2-3 સેન્ટરમાં ચોરી થઈ હોવાની વાત સામે આવતા પરિક્ષા રદ કરવામાં આવી હતી. ફરી સપ્ટેમ્બર 2020માં એક્ઝામ થઈ ત્યારે તે ઓનલાઈન હતી.

3 વર્ષથી નિમણૂકની રાહ જોવાય છે, સતત પ્રદર્શનની ચેતવણી
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ત્રણ વર્ષથી અપોઈન્ટમેન્ટની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ શિક્ષણ મંત્રી કોઈ જવાબ નથી આપતા. શિક્ષણ વિભાગ અમારી માગને આંખ આડા કાન કરે છે. નવી સરકાર બન્યા પછી અમે લોકોએ પ્રદર્શન શરૂ કર્યું છે. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પ્રદર્શન કરતા રહીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post