• Home
  • News
  • પુડ્ડુચેરીમાં રાજકીય સંકટ:ઉપરાજ્યપાલે 22 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો; 4 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી
post

પુડ્ડુચેરીમાં 2016માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. કોંગ્રેસને 15 સીટ મળી હતી. તેમને 3 DMKના ધારાસભ્યો અને એક અપક્ષનું સમર્થન હતું. એવામાં તેમનું સંખ્યાબળ 19 થઈ ગયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:35:46

પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકારના રાજકીય સંકટ વચ્ચે ઉપરાજ્યપાલ ડૉ. તિમિલિસાઇ સુંદરરાજને 22 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા છે. હવે મુખ્યમંત્રી વી નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ગૃહમાં આ સાબિત કરવું પડશે કે તેમની પાસે બહુમતી છે કે નહીં, કેમકે કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્ય અયોગ્ય જાહેર થયા બાદ નારાયણસામીની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.

33 મેમ્બર્સવાળી વિધાનસભામાં 5 સભ્ય ઓછા થવાથી હવે 28 સભ્ય રહી ગયા છે. એવામાં જો ફ્લોર ટેસ્ટ થશે તો બહુમતી માટે 15નો આંકડો જરૂરી છે, પરંતુ કોંગ્રેસ સરકારની પાસે સમર્થક દળોના ધારાસભ્યો મળીને 14નો આંકડો જ છે. વિપક્ષની પાસે પણ 14ની જ સંખ્યા છે.

કોંગ્રેસના 2 ધારાસભ્ય રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય એ જોન કુમાર, એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય એન ધનવેલુને પાર્ટી વિરોધ પ્રવૃતિઓમાં હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસને ઝાટકો આપીને નમસ્સિવમ અને થેપયન્થન ભાજપમાં સામેલ થઈ ગયા છે, જ્યારે અન્ય નેતાઓ પણ ટૂંક સમયમાં જ ભાજપમાં સામેલ થઈ શકે છે.

CMના નજીકના ગણાતા ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું
16
ફેબ્રુઆરીએ રાજીનામું આપનારા એ જોન કુમારને મુખ્યમંત્રી વી નારાયણસામીના નજીકના માનવામાં આવતા હતા. તેઓએ નેલ્લીથોપ સીટ પરથી 2016નાં રોજ વિધાનસભા ચૂંટણી જીતી હતી અને નારાયણસામી માટે સીટ ખાલી કરી દિધી હતી. કુમારે બાદમાં 2019માં કામરાજ નગરમાંથી પેટાચૂંટણી જીતી હતી. હાલમાં જ તેઓ દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે મીટિંગ કરીને પરત ફર્યા હતા.

વિધાનસભામાં પક્ષની સ્થિતિ
પુડ્ડુચેરીમાં 2016માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. કોંગ્રેસને 15 સીટ મળી હતી. તેમને 3 DMKના ધારાસભ્યો અને એક અપક્ષનું સમર્થન હતું. એવામાં તેમનું સંખ્યાબળ 19 થઈ ગયું હતું. હવે 5 ધારાસભ્યો જવાથી તેઓ 14 પર આવી ગયા છે. તો વિરોધમાં AINRCના 7, AIADMKના 4 મેમ્બર્સ છે. આ ઉપરાંત ભાજપના 3 પસંદગીના મેમ્બર્સ છે. હવે વિપક્ષનું સંખ્યાબળ પણ 14 એટલે કે કોંગ્રેસની બરોબર થઈ ગયું છે.

ભાજપનો દાવો- કોંગ્રેસની સરકાર તૂટી પડશે તે નિશ્ચિત
પુડ્ડુચેરીમાં ભાજપના અધ્યક્ષ વી સામીનાથને કહ્યું કે નારાયણસામી સરકારે બહુમતી ગુમાવી દિધી છે અને તેમનો બહુમતીનો દાવો ખોટો છે. તેમની સરકાર 22 ફેબ્રુઆરીએ પડી જશે. તમામ 14 વિપક્ષી નેતા એકજૂથ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post