• Home
  • News
  • બિહારમાં રાજકીય ઘમસાણ:નીતીશ-તેજસ્વીની જોડી બનાવવામાં પ્રશાંતિ કિશોરનો કોઈ રોલ? પોતાની ભૂમિકા અંગે ખુલાસો કર્યો
post

તેમણે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રીમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. બિહારની કોઈ સ્થિતિમાં અંતર નથી આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:01:49

પટના: બિહારમાં નીતીશ કુમાર આઠમી વખત મુખ્યંમત્રી પદના શપથ લીધા. આ વખતે મહાગઠબંધનના સહયોગથી નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે દરેકના મનમાં એવો સવાલ છે કે, બિહારમાં થયેલી રાજકિય ખેંચતાણ, જેડીયુ-ભાજપનું ગઠબંધન તૂટવું અને આરજેડીની નવી સરકાર પાછળ કોણ છે? આ દરમિયાન પ્રશાંત કિશોર સામે આવ્યા છે. તેમણે એક ન્યૂઝ ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, આ સમગ્ર રાજકિય ખેંચતાણમાં તેમની કોઈ ભૂમિકા નથી. આ ઉપરાંત પીકેએ કહ્યું છે કે, ગયા ગઠબંધન અને આ ગઠબંધનમાં ઘણું અંતર છે.

રાષ્ટ્રીય રાજનીતિ સાથે આખી વાતને જોડવી યોગ્ય નહીં
પ્રશાંત કિશોરે કહ્યું કે, આગામી સમયમાં મોદીને પડકાર આપનારો ચહેરો કોણ છે? તે વિશે હજી હું ક્લિયર નથી. જોકે તેમણે એટલું ચોક્કસ કહ્યું કે, બિહારની ઘટનાને અત્યારે રાષ્ટ્રીય રાજનીતિ સાથે ના જોડવી જોઈએ. આ ખૂબ ઉતાવળું અને અણસમજ વાળી વાત કહેવાશે.

સરકારે ગમે તે રીતે ચાલે પણ સારી ચાલવી જોઈએ
પીકેએ કહ્યું કે, 2017 પછી નીતીશ કુમાર ભાજપ સાથેના ગઠબંધનથી ખુશ નહતા લાગતા. વૈચારિક સ્તર પર મતભેદ રહેતા હતા. તે નીતીશ કુમારની બોડી લેંગ્વેજ જોઈને પણ લાગતું હતું. તેમણે આરજેડી સાથે ગઠબંધનના સવાલ વિશે કહ્યું કે, જ્યાં સુધી બિહાર માટે સારુ છે, ત્યારે તે કોની સાથે સમજૂતી કરે છે તે મહત્વનું નથી. તેમણે કહ્યું કે, આજે તેમણે જે ગઠબંધન કર્યું છે તેનો એજન્ડા શું છે તે જનતા સામે રજૂ કરવો જરૂરી છે.

115 ધારાસભ્યો વાળી પાર્ટી 43 પર આવી ગઈ
પ્રશાંત કિશોરે કહ્યું, નીતીશ કુમારે 10 વર્ષમાં આ છઠ્ઠો પ્રયોગ કર્યો છે. તેનું તેમને નુકસાન પણ થઈ રહ્યું છે. 115 ધારાસભ્યોવાળી પાર્ટી હવે 43 પર આવી ગઈ છે. આ અલગ વાત છે કે, તેઓ કઈ પણ રીતે મુખ્યમંત્રી બની જાય છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારમાં કોઈ ગ્રોથ નથી દેખાતો. જનતા હવે તેમના ચહેરાને જોઈને વોટ નથી કરતી. તેઓ કોઈ પાર્ટી બદલીને આવે છે તો તેની અસર ચૂંટણી ઉપર થાય જ છે.

દારૂ પર પ્રતિબંધ અને નોકરી વિશે બોલ્યા પીકે
તેમણે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રીમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. બિહારની કોઈ સ્થિતિમાં અંતર નથી આવ્યું. કાલે તેમણે કહ્યું કે, બિહારમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. જો તેનાથી જનતાની સમસ્યાનું સમાધાન થાય છે તો તેનું સ્વાગત છે. જ્યારે કોઈ નવી સરકાર બને છે ત્યારે અપેક્ષા રાખવામાં આવે છે કે, કઈક સારુ થશે. આરજેડી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે દારૂબંધીનો વિરોધ કરતી હતી, હવે જ્યારે તે સરકારમાં છે ત્યારે જોવાનું છે કે, તેમનું શું સ્ટેન્ડ છે. 10 લાખની નોકરી પર તેમનું શું સ્ટેન્ડ હશે તે પણ જોવુ જરૂરી છે.

માત્ર સરકાર ચલાવવા થઈ રહ્યું છે ગઠબંધન
આ સિવાય થર્ડ ફ્રન્ટના ચહેરાની વાત કરીએ તો નીતીશ કુમારના નજીકના લોકો તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર માને છે. આ વિશે પ્રશાંત કિશોરે કહ્યું કે, પહેલીવાત તો નીતીશના મનમાં શું છે તે વિશે હું દાવો ના કરી શકું. નીતીશ એવી વ્યક્તિ નથી જેઓ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર માનતા હોય. તેઓ પહેલેથી જ બીજેપી સાથે કમ્ફર્ટેબલ નથી દેખાતા તો હવે તેઓ ક્યાં સુધી આ ગઠબંધન ચલાવી શકે? અને તેનું જ આ પરિણામ છે. નીતીશ માત્ર કોઈની રોક-ટોક વગર સરકાર ચલાવવા માંગે છે અને જે બીજેપી સાથે રહીને શક્ય નહતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post