• Home
  • News
  • કમલનાથ સરકારમાં મંત્રી રહેલા પ્રદીપ જયસ્વાલ શનિવારે સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે
post

મારે પોતાના ક્ષેત્રના વિકાસ અને કર્મચારીઓના સન્માનનો ખ્યાલ રાખવાનો છે. તે નેતૃત્વ વગર શકય બનશે નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:07:02

ભોપાલઃ 17 દિવસના પોલિટિકલ ડ્રામા બાદ અંતે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર શુક્રવારે પડી ગઈ છે. કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના સૂત્રના જણાવ્યા મુજબ શનિવારે કમલનાથ દિલ્હી જશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળીને હાલની રાજકીય સ્થિતિ અંગે જણાવશે. બીજી તરફ સરકાર ગઈ તો મંત્રી પ્રદીપ જયસવાલના સુર પણ બદલાઈ ગયા છે. વારસિવનીના આ અપક્ષ ધારાસભ્યના જણાવ્યા મુજબ, જ્યાં સુધી કમલનાથ છે, હું તેમની સાથે જ છું. જોકે મારી જવાબદારી મારા વિધાનસભા ક્ષેત્ર માટે પણ છે. મારે પોતાના ક્ષેત્રના વિકાસ અને કર્મચારીઓના સન્માનનો ખ્યાલ રાખવાનો છે. તે નેતૃત્વ વગર શકય બનશે નહિ. આ કારણે નવી સરકારની સાથે ઉભા રહેવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. મેં ભાજપના નેતૃત્વને પણ આ વાતની જાણ કરી છે.

 

ફલોર ટેસ્ટ ન થયો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિધાનસભામાં ફલોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. જોકે તેની જરૂર પડશે નહિ. કમલનાથ વિધાનસભાની જગ્યાએ રાજભવન પહોંચ્યા અને રાજીનામુ આપ્યું. આ પહેલા જ તેમના નજીકના ગણાતા બ્રેજેન્દ્ર સિંહ રાઠૌરે કહ્યું હતું કે કમલનાથ સરકારે સારું કામ કર્યું છે. અમે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દઈશું. ધારાસભ્ય કૃણાલ ચોધરીએ કહ્યું 24 સીટો પર પેટાચૂંટણી થશે અને તમામ સીટો પર કોંગ્રેસ અગાઉ કરતા પણ વધુ મતોથી જીતી પ્રાપ્ત કરશે.

 

પાંચ દિવસથી હોટલમાં રોકાયા હતા ધારાસભ્ય

કોંગ્રેસના ધારાસભ્યોને છેલ્લા પાંચ દિવસથી હોટલ મેરિયટમાં રોકવામાં આવ્યા હતા. તમામ કોશિશ છતા સરકાર ન બચી તો શુક્રવારે ધારાસભ્યોએ હોટલમાંથી ચેક આઉટ કરી લીધું.

 

adv

Related News

post
post
post
post
post
post
post