• Home
  • News
  • ગુજરાત કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર બન્યા
post

પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-04 09:38:56

ગુજરાત કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી( પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2017માં ગુજરાત કેડરના 1994 બેચના આઈપીએસ અધિકારી મનોજ શશીધરની સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી તેમ જ 2004 બેચના આઈપીએસ ગગનદીપ ગંભીરની સીબીઆઈમાં બદલી કરાઈ હતી, જે આઈપીએસ અધિકારી હાલ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post