• Home
  • News
  • વડાપ્રધાન જૂનાગઢની મુલાકાતે:કહ્યું- કેટલાક રાજકીય પક્ષો ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે, આની સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર
post

'આખા દેશને આકર્ષિત કરવાની તાકાત મારી ગીરની ભૂમિમાં છે'

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:00:55

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને વડાપ્રધાનના હસ્તે રૂપિયા 4155 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા 4155 કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન ખેડૂત, પશુપાલકો અને સાગરખેડૂના જીવનમાં કઈ રીતે બદલાવ લાવ્યા તેની વાત કરી હતી. તો સાથે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરતા રાજકીય પક્ષો પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા
જૂનાગઢમાં વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કોઈપણ પક્ષનું નામ લીધા વિના વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપ્યા વિના કેટલાક રાજકીય પક્ષોની રાજકીય વિચારધાર જ અધૂરી રહે છે. આની સામે ગુજરાતે આંખ લાલ કરવાની જરૂર છે. હવે ગુજરાતનું અને ગુજરાતીનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે.

PM મોદીના સંબોધનના મુખ્ય અંશો

·         'જ્યાં જ્યાં નજર પહોંચે જાણે આશીર્વાદની ગંગા વહી રહી છે'

·         'આ તો સિંહની ધરતી અને નરસિંહની પણ ધરતી'

·         'આપના આશીર્વાદના કારણે મારી છાતી ગજ ગજ ફૂલે છે'

·         'આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ ચાલી રહ્યો છે'

·         'જૂનાગઢની કેસર કેરીની મીઠાશ ભારતમાં જ નહીં દુનિયામાં પહોંચી છે'

·         'જે દરિયામાં આપણને મુસીબત દેખાતી હતી તે દરિયો આજે આપણે મહેનતનાં ફળ આપવા લાગ્યો છે'

·         'છેલ્લાં 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણું વધી ગયું'

·         '8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મારા ગુજરાતને મળ્યો છે'

·         'આજે ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થયો છે'

·         'મારી માતા-બહેનોના આશીર્વાદ મારી માટે શક્તિ કવચ બની ગયા છે'

·         'ગુજરાતમાં બે ગેસના બાટલા મફત આપવાના નિર્ણય બદલ ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન'

·         'આ દીકરાએ નક્કી કર્યું કે, સરકારી મકાન મળશે તો માતા-બહેનોના નામે મળશે'

·         'ગુજરાતના તેજ વિકાસને લઈ હવે મારો ગુજરાતનો જુવાનિયો આશ્વસ્ત થઈ ગયો છે'

·         'હવે ગુજરાતમાં તોપ બને એવી તાકાત આવી ગઈ છે, એ મારા જુવાનિયા માટે અવસર લઈને આવી છે'

·         'ડિજિટલ ઈન્ડિયા'ના કારણે ગામડામાં પણ ભણવાનું શક્ય બન્યું છે'

·         'ભારતમાં પહેલાં મોબાઈલ ફોન બનાવવાનાં બે કારખાના હતાં, આજે 200 કરતાં વધારે છે'

·         'તમે મને ત્યાં મોકલ્યો તો તમારો રોપવે પણ આવી ગયો'

·         'હિન્દુસ્તાનનાં મોટાં મોટાં શહેરોને મળે તે મારા જૂનાગઢ જિલ્લાને પણ મળવું જોઈએ'

·         'સંતોની વચ્ચે રહેવાનું મને સુખ મળેલું છું'

·         'આખા દેશને આકર્ષિત કરવાની તાકાત મારી ગીરની ભૂમિમાં છે'

·         '20 વર્ષમાં ગીરના સિંહની સંખ્યા ડબલ થઈ ગઈ'

 

adv

Related News

post
post
post
post
post
post
post