• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમના સિલેક્શનના દિવસે પૃથ્વી ન્યૂઝીલેન્ડમાં જ 150 રનની ઇનિંગ્સ રમ્યો
post

પૃથ્વી શોને ઇનિંગ્સ પછી સ્ક્વોડમાં સ્થાન મળી શકે છે, ટીમ ત્યાં 3 વનડે અને 2 T-20 રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 09:59:54

પૃથ્વી શોએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-A માટે રવિવારે 100 બોલમાં 150 રન કર્યા હતા. શોએ પોતાની ઇનિંગ્સ દરમિયાન ન્યૂઝીલેન્ડ ઇલેવન સામે 22 ફોર અને 2 સિક્સ મારી હતી. ઇન્ડિયા-A 12 રને મેચ જીત્યું. તેવામાં શોને સીનિયર ટીમમાં સ્થાન મળી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત આજે થશે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે 5 T-20, 3 વનડે અને 2 ટેસ્ટની સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં અને બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. T-20 ટીમની અગાઉ જાહેરાત થઇ ગઈ છે.

 

પૃથ્વી પોતાની અંતિમ ટેસ્ટ ઓક્ટોબર 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં 70 અને બીજી ઇનિંગ્સમાં અણનમ 33 રન કર્યા હતા. તેણે કુલ બે ટેસ્ટમાં 134 રન કર્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post