• Home
  • News
  • દેશનાં સર્વ દેવસ્થાનોમાં પડેલું સોનું કબજામાં લેવા કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણનું સૂચન
post

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર કુલ રૂ. 76 લાખ કરોડનું સોનું પડ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 09:39:00

મુંબઇ: કોરોનાની પાર્શ્વભૂમિમાં દેશમાં પોકારવામાં આવેલા લોકડાઉનને લીધે ઠપ થયેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મહત્ત્વપૂર્ણ ઉપાય સૂચવ્યો છે. દેશનાં સર્વ દેવસ્થાનોના ટ્રસ્ટમાં પડી રહેલું સોનું કેન્દ્ર સરકારે તુરંત કબજામાં લેવું જોઈએ એમ તેમમે સૂચન કર્યું છે. લગભગ બે મહિનાથી ચાલતા લોકડાઉનને લીધે દેશની અર્થવ્યવસ્થાનું ગાડું અટકી પડ્યું છે. લોકડાઉનના ત્રીજા તબક્કા પછી રાજ્ય સ્તરે ઉદ્યોગધંધાઓને થોડા પ્રમાણમાં સવલતો આપવામાં આવી હોવા છતાં તેનાથી ઝાઝો ફરક પડ્યો નથી. ખાસ કરીને શ્રમિકો અને નાના- મોટા ઉદ્યોગોની કેડ ભાંગી ગઈ છે. તેની પર ઉપાય તરીકે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ, 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી.


દેશમાં 76 લાખ કરોડ જેટલું સોનું છે
પૃથ્વીરાજ ચવ્હાણે આ ઘોષણાનું સ્વાગત કર્યું છે. અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે જીડીપીના કમસેકમ 10 ટકા પ્રોત્સાહન પેકેજ આપવું એવી માગણી હું સતત કરતો હતો. તે દિશામાં સરકારે પગલું મૂક્યું તેનો મને સંતોષ છે. હવે આ પેકેજનો યોગ્ય વિનિયોગ થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. જોકે તે સાથે અન્ય ઉપાયયોજનાઓ ચાલુ રાખવાનું જરૂરી હોવાનું તેમનું કહેવું છે. તેના જ ભાગરૂપે સરકારે દેવસ્થાનોના ટ્રસ્ટ પાસેથી કરજરૂપે સોનું કબજામાં લેવું જોઈએ એવું સૂચન કર્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ અનુસાર દેશમાં 1 ટ્રિલિયન ડોલર (રૂ. 76 લાખ કરોડ) જેટલું સોનું છે. સરકારે આ સોનું 1 અથવા 2 ટકા વ્યાજે વળતરની બોલી પર કબજામાં લેવું જોઈએ, એમ ચવ્હાણે સૂચન કર્યું છે.


મુંબઈ માટે અલગ પેકેજ જોઈએ
દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે આખા દેશે વડા પ્રધાનને પડખે ઉભા રહેવું જોઈએ. તેમણે ઘોષિત કરેલા આર્થિક પેકેજનું સ્વાગત છે. દેશને આટલા મોટા પેકેજની ખાસ જરૂરી હતી. જોકે મુંબઈ માટે અલગ પેકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી પણ તેમણે આ સાથે કરી હતી.મોદીએ દેશના ખેડૂતો, શ્રમિકો, લઘુ- મધ્યમ ઉદ્યોગોને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો છે. લાખ્ખો શ્રમિકોએ મુંબઈથી સ્થળાંતર કર્યું છે. મુંબઈમાં તેમનું પેટ ભરાતું નહીં હોવાથી તેઓ પોતપોતાના રાજ્યમાં નીકળી ગયા છે. મુંબઈ જેવા શહેરનું મહત્ત્વ ટકાવી રાખવાનું જરૂરી છે. મુંબઈમાંથી 20થી 25 ટકા મહેસૂલ દેશની તિજોરીમાં જમા થાય છે. આથી મુંબઈ સાથે મુંબઈ જેવા શહેરો માટે અલગ પેકેજ આપવાનું જરૂરી છે, એવી માગણી તેમણે કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post