• Home
  • News
  • પ્રિયંકાએ પ્રથમ વખત શેર કર્યો દીકરી સાથેનો ફોટો, લખ્યું 'NICUમાંથી 100 દિવસ બાદ ઘરે આવી બેબી'
post

ફોટોમાં પ્રિયંકાએ માલતીના ફેસને વ્હાઈટ હાર્ટ સ્ટીકર વડે કવર કરી દીધું છે, નિક દીકરીનો હાથ પકડીને તેને પ્રેમભરી નજરે જોઈ રહેલો દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-09 11:23:31

મુંબઇ:

પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીને 100 દિવસ ઈન્ટેંસિવ કેરમાં રાખવામા આવ્યા બાદ આખરે રજા મળી છે. જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર વેઠનારી બાળકીને ઘરે લાવ્યા બાદ પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં છે. હજુ ઘરે પણ થોડા સમય સુધી તેની બહુ કાળજી થી દેખરેખ રાખવી પડશે.  પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે તેમનો ફોટો શેર કર્યો છે. જોકે તેમણે તેનો ચહેરો પ્રગટ થવા દીધો નથી. 

પ્રિયંકા સરોગેસીની મદદથી માતા બની છે. ગઈ તા. 15 મી જાન્યુઆરીએ માલતી નો જન્મ થયો હતો. નિયત સમય કરતાં 12 સપ્તાહ વહેલી જન્મી હોવાથી શરૂઆતથી જ તેની વિશેષ કાળજી લેવી પડી હતી. તેને નેશનલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવી હતી. 

નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તેમના પાછલા કેટલાક મહિનાઓ ભારે ઊથલપાથલમાં વીત્યા છે. આ સમય બહુ પડકારજનક હતો પણ સાથે સાથેએ અહેસાસ પણ થયો છે કે એ દરેક ક્ષણ કેટલી કિંમતી અને પરિપૂર્ણ હતી . 

પ્રિયંકાની અને નિકની આ ભાવુક પોસ્ટ પર અનુષ્કા, રણવીર, મલાઈકા અરોરા, પ્રિટી ઝિન્ટા , સોનમ  સહિતના બોલીવુડ સેલેબ્સએ રીએક્ટ કરી માલતી માટે અઢળક વ્હાલ વ્યકત કર્યું છે અને તેનું સ્વાગત કર્યું છે. કઝીન પરિણીતીએ પ્રિયંકાને એક માતા તરીકે આ સંજોગો સામે લડત આપનારી સૈનિક ગણાવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post