• Home
  • News
  • પ્રિયંકાનો ખુલાસો - રેડ કાર્પેટ પહેલા જ ડ્રેસની ચેન તૂટી ગઈ હતી, ટીમે કારમાંથી જતી વખતે 5 મિનિટમાં સિલાઈ મારી હતી
post

કોરોના વાઈરસના પ્રકોપના કારણે ગત વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 12:07:48

પ્રિયંકા ચોપરાની બુક અનફિનિશ્ડ રિલીઝ થવાની છે, જેમાં તેને એવા ઘણા કિસ્સા લખ્યા છે. પોતાની બુકનો એક કિસ્સો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો જે 2019માં તેના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ સાથે જોડાયેલો છે. પ્રિયંકાએ જણાવ્યું કે, જે ડ્રેસ તેણે રેડ કાર્પેટ પર પહેર્યો હતો, તેની ચેન લાસ્ટ સમયે તૂટી ગઈ હતી, પછી તેની ટીમે એક નિર્ણય કર્યો.

પતિ નિક જોનસની સાથે પહોંચી હતી પીસી
પ્રિયંકાએ રેડ કાર્પેટ પર ચાલવા માટે રોબર્ટો કાવેલીનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ઘટના થઈ ત્યારે તેની ટીમે વેન્યૂ સુધી પહોંચવાના રસ્તામાં પ્રિયંકાના આ ડ્રેસને સોય-દોરાથી સીવી દીધો હતો. આ કામ માટે ટીમની પાસે માત્ર 5 મિનિટનો જ ટાઈમ હતો. આ ટીમના કારણે પ્રિયંકા વાર્ડરોબ માલફંક્શનનો શિકાર થવાથી બચી ગઈ.

જો કે, પીસીએ લખ્યું છે કે, આ પ્રકારના કેટલાક અન્ય કિસ્સા છે જે મેટ ગાલા દરમિયાન થયા, પરંતુ તેને જાણવા માટે તેના બુકની રાહ જોવી પડશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કેન્સલ થયો
કોરોના વાઈરસના પ્રકોપના કારણે ગત વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાચાર આવ્યા કે આ ફેસ્ટિવલ 11-22 મે 2021 દરમિયાન થશે. પરંતુ ફ્રાન્સમાં કોરોનાની નવી લહેરના કારણે ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખતા તાજેતરની બોર્ડ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે ફેસ્ટિવલ મેની જગ્યાએ હવે 6-7 જુલાઈ દરમિયાન થશે.

એટલું જ નહીં જો જુલાઈમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નહીં થાય તો બેકઅપ તરીકે ઓગસ્ટની તારીખો પણ રાખવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post