• Home
  • News
  • દેશના પ્રતિષ્ઠિત ડૉક્ટરોએ કહ્યું- અખબારોથી કોરોના વાઈરસ ફેલાતો નથી, તેનાથી ડરવાની જરૂર નથી
post

સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની સમાચારો પર હંમેશા વિશ્વસનીયતાનું જોખમ રહેતું જ હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 09:24:34

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણના અહેવાલો વચ્ચે આજકાલ વોટ્સએપ પર એક ચર્ચા ચાલી રહી છે. જેમાં ઘરમાં કઈ વસ્તુઓને હાથ લગાવવું, કઈ વસ્તુઓને ઘરે મંગાવવી અને કઈ નહીં? તે પછી ભલે ઓનલાઈન ડિલિવરી પેકેટ હોય, કરિયાણું કે અખબાર.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું કે, કોરોના વાઈરસના કોઈ જીવીત જંતુની કોશિકાને છોડી ‌વધુ સ્થાનોએ જીવિત રહવાની ક્ષમતાનો દર સારો નથી. વાયરોલોજીસ્ટે જણાવ્યું કે, આ વાતની શક્યતા જરાય નથી કે તમે અખબાર વાંચવાના કારણે સંક્રમિત થઈ જશો. 
આજના મોટાભાગના અખબારો ઓટોમેટિક મશીનોમાં છાપે છે. જેમાં મનુષ્યની દખલગીરી રહેતી નથી. ન્યૂઝ પ્રિન્ટ એટલે કે અખબારના કાગળથી લઈ પ્રિન્ટિંગ, મટિરિયલનો ઉપયોગ, ફોલ્ડિંગ-પેકેજીંગ પણ આધુનિક ટેક્નિકથી થાય છે. 
આ ઉપરાંત અખબારો દ્વારા વાંચકોને સંક્રમણથી બચાવવા વિવિધ ઉપાયો પણ કર્યા છે. અખબારોમાં પાઠકો માટે મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે. આ સાથે રિસર્ચ અને તથ્યો પર આધારીત સમાચાર હોય છે. સમાચારોનું સૌથી વિશ્વસનીય અને જરૂરી સ્ત્રોત અખબાર તમારી માટે સંપૂર્ણ સુરક્ષિત છે. - સાભાર: ટાઈમ્સ ઑફ ઈન્ડિયા

અફવાઓને તમારી પાસેથી વિશ્વસનીય સમાચાર છીનવવાની તક ના આપો

અમે નથી સાંભળ્યું કે અખબારોથી કોરોના ફેલાય છે, તેની શક્યતા નહિવત્ છે. તેમાં પણ એક ટાઈમ ગેપ રહે છે, જરૂરી નથી કે કોઈ અખબાર વાંચવા ઉપાડે ત્યાંસુધી વાઈરસ જીવીત હોય. જ્યારે આપણી સામે વાસ્તવિક જોખમ હોય ત્યારે કાલ્પનિક અંગે ચિંતા કરવી જોઈએ નહીં.- ડૉ. ટી.જૈકબ જ્હોન, વાયરોલોજીસ્ટ, પૂર્વ પ્રમુખ, સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ ઈન વાયરોલોજી, આઈસીએમઆર.
અમે નથી સાંભળ્યું કે અખબારોથી કોરોના ફેલાય છે, તેની શક્યતા નહિવત્ છે. તેમાં પણ એક ટાઈમ ગેપ રહે છે, જરૂરી નથી કે કોઈ અખબાર વાંચવા ઉપાડે ત્યાંસુધી વાઈરસ જીવીત હોય. જ્યારે આપણી સામે વાસ્તવિક જોખમ હોય ત્યારે કાલ્પનિક અંગે ચિંતા કરવી જોઈએ નહીં.- ડૉ. ટી.જૈકબ જ્હોન, વાયરોલોજીસ્ટ, પૂર્વ પ્રમુખ, સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ ઈન વાયરોલોજી, આઈસીએમઆર.
વાઈરસ કાગળ પર લાંબા સમય સુધી જીવીત રહી શકે નહીં અને અખબારનું વિતરણ કોરોનાના દર્દી તો નથી કરી રહ્યાં એવામાં જોખમની શક્યતા નથી.- રણદીપ ગુલેરિયા, ડિરેક્ટર, એઈમ્સ.
અખબારથી કોરોના નથી ફેલાતો, કારણ કે તેના પર વાઈરસ ટકી શકતા નથી, ભલે તે ગમે તેટલા વ્યક્તિઓના હાથમાંથી પસાર થયું હોય. જો વાઈરસ તેના પર ટકી શકે તેમ હોય તો પણ ન્યૂઝ પ્રિન્ટની અંદર જઈ નાશ પામશે.- ડૉ. રાહુલ જૈન, ઈન્ટરનલ મેડિસિન કન્સલટન્ટ, બેલે વુઈ ક્લિનિક.
અખબારોના પેજ પર વાઈરસ ડ્રૉપલેટ્સ ટકી રહેવા અંગે કોઈ અભ્યાસ નથી કરાયો. અખબાર થકી સંક્રમણ ફેલાય તેવી શક્યતા ઓછી છે. લોકોની અફવાઓ પર વિશ્વાસ ના કરવો જોઈએ.- ડૉ. અનૂપ મિશ્રા, ચેરમેન, ફોર્ટિસ C-Doc
અખબાર નોવલ કોરોના વાઈરસ તેવો વિચાર અવૈજ્ઞાનિક અને તર્કહીન છે. લોકો ડરે નહીં. અખબાચ વાંચવા-ઉપાડવામાં કોઈ જોખમ નથી.’- દીપક ગડકરી, પૂર્વ ડિરેક્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે
અત્યારસુધી એકપણ મેડિકલ પુરાવો નથી મળ્યો, જે સાબિત કરે કે અખબારોથી કોરોના ફેલાય છે. વિશ્વાસ રાખો અખબારોથી કોઈપણ રીતે કોરોના વાઈરસ ફેલાવવાનું જોખમ નથી.- ડૉ. સજીત કુમાર આર., હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ (કોટ્ટાયમ)
અખબારો અસુરક્ષિત છે એ વાતમાં કોઈ તર્ક નથી. જો લોકોથી ભરેલા રિડીંગ રૂમમાં અખબાર વાંચો તો સંક્રમિત થઈ શકો છો પરંતુ તે અખબારથી નહીં થાય. પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ ના મેન્ટેન કરવાના કારણે થશે. જો તમે પોતાના રૂમમાં અખબાર ના વાંચો તો કોઈ જોખમ નથી.- ડૉ. અનૂપ કુમાર, બેબી મેમોરિયલ હોસ્પિટલ, કોજીકોડ, 2018માં કેરળમાં નિપાહ વાઈરસની ઓળખ કરવા અને તેને અટકાવવા માટે સ્પેશિયલ ગવર્મેન્ટચ એવોર્ડના  વિજેતા.

તમને એ સમાચારોની જરૂર, જેના પર તમે વિશ્વાસ કરી શકો
સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની સમાચારો પર હંમેશા વિશ્વસનીયતાનું જોખમ રહેતું જ હોય છે. આ સંકટ એટલે પણ વધી રહ્યું છે કારણ કે વોટ્સએપ ગ્રૂપ ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓનું વિસ્ફોટ કરી રહ્યું છે. આપણે બાળક ચોરીની અફવાઓનું મૉબ લિન્ચિંગ સ્વરૂપે પરિણામ જોઈ ચૂક્યા છીએ. હવે નોવલ કોરોના વાઈરસના સંક્રમણ અંગે ભય અને ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. જે વાસ્તવિક જોખમમાં વધારો કરી રહ્યું છે. હાલના સમયે વિશ્વને વિશ્વસનીયતા પર આધારિત સમાચારોની જરૂર છે. 

આપણે માત્ર એપિડેમિકથી નથી લડી રહ્યાં, ઈન્ફેડેમિકથી પણ લડીએ છીએ.- ટ્રેડ્રોસ એડાનોમ ગેબ્રિએસુસ, ડબ્લ્યૂએચઓ ડિરેક્ટર. 15 ફેબ્રુઆરીએ મ્યુનિખ સિક્યોરિટી કૉન્ફ્રેન્સ દરમિયાન.

પીએમ મોદીએ 19 માર્ચના દેશને સંબોધતા સમયે મીડિયાને જરૂરી સેવાઓમાંથી એક ગણાવી હતી. રાજ્ય સરકારોએ પણ લૉકડાઉનમાં મીડિયાને જરૂરી સેવા માનતા છૂટ આપી. કોઈપણ દેશ દ્વારા કોરોના વાઈરસ સમયે અખબારનું પ્રકાશન અટકાવ્યું નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post