• Home
  • News
  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે કામદારોએ ચક્કાજામ કર્યો
post

ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-04 14:09:25

રાજકોટઃ ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે. વારંવાર ઇ-મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે લોકોએ કરેલા ચક્કાજામને પગલે રાજકોટ SOG, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સર્વિસ રોડ ન અપાયો હોવાથી મજૂરોને રોંગ સાઈડમાં જવું પડે છે. રોંગ સાઈડમાં જવાને કારણે 1500 રૂપિયાનો મેમો આવે છે. મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, ઇ-મેમો તો આવે જ. આ લોકોને અગાઉ સમજાવ્યા હતા. બેસીને ઉકેલ આવી શકે તેમ છે. પોલીસ અને પાલિકામાં અરજી કરીને ઉકેલ આવી શકે તેમ છે. આ રીતે કાયદો હાથમાં લે તો હલ ન આવી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post