• Home
  • News
  • સરકારની નવી દિનકર યોજના હેઠળ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે
post

પાક વીમો લેવા ઈચ્છતા ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ ભરવા 61,190 કરોડની જોગવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 10:09:43

અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે બજેટ 2020-21 રજૂ કર્યું છે.સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક- ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે તે માટે 21000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકારે દિનકર યોજના જાહેર કરી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

* ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા 61,190 કરોડની જોગવાઈ
કરવામાં આવી છે. તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

* કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 245000થી 2,60,000ની સહાય તેમજં આશરે 32000 ખેડૂતોને વિવિધ સાધનોની ખરીદીમાં સહાય આપવા 2235 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
*
ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાનીજાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 2900 એટલે કે વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 450 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
*
ઉપરાંત ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેરાત કરવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 250 હજારથી 275 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબકકે અંદાજિત 5 હજાર ખેડૂતોને લાભ આપવા 230 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
*
ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ, શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 287 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
*
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ 272 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
*
એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 234 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
*
દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post