• Home
  • News
  • પુલવામાના આત્મઘાતી હુમલાખોરના સાગરીતની ધરપકડ, જૈશના આતંકીઓને ઘરમાં આશ્રય આપ્યો હતો; વિસ્ફોટક પણ ઉપલબ્ધ કરાવ્યા
post

એનઆઈએએ જૈશ-એ-મોહમ્મદના ઓવરગ્રાઉન્ડ આતંકી શાકિરની ધરપકડ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 08:36:23

શ્રીનગરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ પુલવામા હુમલામાં સામેલ આત્મઘાતી આતંકવાદીઓના એક મહત્વના સાગરીતની ધરપકડ કરી છે. શુક્રવારે NIAના અધિકારીઓએ જણાવ્યું કે શાકિર બશીર મગરે નામનો આતંકી પુલવામા હુમલામાં આરોપી છે. જૈશ-એ-મોહમ્મદના આ ઓવરગ્રાઉન્ડ આતંકીએ પુલવામા હુમલાના આદિલ અહમદ ડારને પોતાના ઘરમાં જ શરણુ આપ્યું હતું. સાથે જ તેણ માલ-સામાન પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. 14 ફેબ્રુઆરી 2019એ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.

NIAએ કહ્યું પૂછપરછમાં શાકિરે કબૂલ કર્યું છે કે તેણે 2018ના અંતથી લઈને 2019માં પુલવામા હુમલાની તારીખ સુધી આતંકી આદિલ અહમદ ડાર અને પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અમર ફારુકને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. તેણે બંને આતંકવાદીઓને આઈઆઈડી વિસ્ફોટક તૈયાર કરવામાં મદદ કરી હતી. વિસ્તૃત પુછપરછ માટે શાકિરને 15 દિવસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આતંકીઓએ 350 કિલો આઈઈડીનો ઉપયોગ કર્યો હતો

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના અવન્તીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. ગોરીપુરા ગામની પાસે થયેલા હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા હતા. આતંકીએ વિસ્ફટકથી ભરેલી એસયુવી સીઆરપીએફ જવાનોને લઈ જઈ રહેલી બસની સાથે અથડાવી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. પુલવામા હુમલો કાશ્મીરમાં 30 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો હતો. હુમલો આદિલ ડારે કર્યો હતો, જે જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીએ હુમલા માટે 350 કિલો IEDનો ઉપયોગ કર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post