• Home
  • News
  • પંજાબના CMને જર્મનીમાં ફ્લાઇટમાંથી નીચે ઉતારાયા:પેસેન્જર્સે કહ્યું-નશામાં ચકચૂર હતા ભગવંત માન; બાદલ બોલ્યા-આ પંજાબીઓ માટે શરમજનક બાબત
post

પંજાબના CM ભગવંત માનને 17 સપ્ટેમ્બર, 2022ના રોજ જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ પર લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-19 18:03:04

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ ઉપરથી પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે શિરોમણી અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને માન અને કેજરીવાલને આ બાબતે સફાઈ આપવાની વાત કરી હતી. તેમનું કહેવું છે કે આ રિપોર્ટ્સથી પંજાબીઓનું માથું શરમથી ઝૂકી ગયું છે.

પંજાબના CM ભગવંત માનને 17 સપ્ટેમ્બર, 2022ના રોજ જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ પર લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ પ્લેનના પેસેન્જર્સે જણાવ્યું હતું કે તેઓ નશામાં હતા.

સુખબીર સિંહ બાદલ બોલ્યા- માન અને કેજરીવાલ આ મુદ્દે સફાઈ આપે
સુખબીર સિંહ બાદલે જણાવ્યું હતું 'પ્લેનમાં સવાર યાત્રીઓએ મીડિયાને જે જાણકારી આપી છે તે હેરાન કરનારી બાબત છે. જાણકારી મળ્યા પ્રમાણે, પંજાબના CM ભગવંત માનને લુફ્થાંસા ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. કારણ કે તેઓ નશામાં હતા. આ કારણથી ફ્લાઇટે 4 કલાક મોડી ઉડાન ભરી હતી.'

તેમણે બીજી ટ્વિટ કરીને કહ્યું હતું કે 'હેરાન કરનારી વાત એ છે કે પંજાબ સરકાર આ બાબતે ચૂપ છે. CM ભગવંત માન અને દિલ્હીના CM કેજરીવાલએ આ મુદ્દે સફાઈ આપવી જોઈએ. ભારત સરકારે આ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ, કારણ કે આમાં પંજાબની અને રાષ્ટ્રીય ગૌરવની વાત છે. જો માનને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, તો ભારત સરકારે જર્મન સરકાર સાથે આ મામલે વાતચીત કરવી જોઈએ.'

આ છે પૂરો મામલો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને 17 સપ્ટેમ્બર, 2022ના રોજ જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ પર લુફ્થાંસા એરલાઈન્સમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. એવા ખબર આવે છે કે તેઓ ત્યારે નશામાં ચકચૂર હતા. એટલે એરલાઈન્સે આવો નિર્ણય કર્યો હતો.

લુફ્થાંસાની વેબસાઈટ મુજબ આ પ્લેન ફ્રેંકફર્ટથી શનિવારે બપોરે 1:40 વાગે રવાના થવાનું હતું. જે દિલ્હીમાં રાત્રે 12:55 વાગે લેન્ડ કરવાનું હતું. પરંતુ આ મામલે હંગામો થતા પ્લેન 4 કલાક મોડું ઊપડ્યું હતું.

યાત્રી બોલ્યા-માન સરખી રીતે ચાલી પણ શક્તા નહોતા
AAP
ના મીડિયા કોમ્યુનિકેશનના નિર્દેશક ચંદર સુતા ડોગરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની તબિયત સારી નહોતી. આ જ કારણથી તેઓ 17 તારીખની જગ્યાએ 18મીએ ભારત પરત ફરવાના હતા. જોકે પ્લેનમાં સવાર અન્ય યાત્રીઓએ જણાવ્યું હતું કે CM માને એટલો દારૂ પીધો હતો કે તેઓ સરખી રીતે ચાલી પણ નહોતા શક્તા. તેમનાં પત્ની અને સુરક્ષાકર્મીઓ તેમને સંભાળી રહ્યાં હતાં.

આ જ કારણથી માનને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તેમના સ્ટાફે ઘણી કોશિશ કરી હતી કે માનને નીચે ના ઉતારે, પરંતુ ફ્લાઇટનો સ્ટાફ આ બાબતે કોઈ જ રિસ્ક લેવા માગતો નહોતો. એક અન્ય યાત્રીનું કહેવું છે કે આના કારણે ફ્લાઇટ 4 કલાક મોડી ઊપડી હતી.

સોશિયલ મીડિયા પર આના કારણે CM ભગવંત માનની આલોચના થઈ રહી છે. જોકે AAPએ આ બધા જ આક્ષેપોને નકાર્યા હતા. CM કાર્યાલયના મીડિયા પ્રભારી નવનીત વાધવાએ કહ્યું હતું કે આ બધી જ વાત ફાલતુ છે. મુખ્યમંત્રીના જર્મનીના પ્રવાસ દરમિયાન તેમને 18 સપ્ટેમ્બર સુધી જર્મનીમાં જ રહેવાનું હતું.

11 સપ્ટેમ્બરે જર્મની ગયા હતા માન
ભગવંત માન 11 સપ્ટેમ્બરે જર્મની જવા રવાના થયા હતા. અને તેમને 18 સપ્ટેમ્બરે પરત ફરવાનું હતું. જર્મનીમાં તેઓએ મ્યૂનિક, ફ્રેંકફર્ટ અને બર્લિનનો પ્રવાસ કર્યો હતો. અને ત્યાં પંજાબમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની વાત કરી હતી. તેઓ દુનિયાના પ્રમુખ વ્યાપાર મેળા, ડ્રિંકટેક 2022માં સામેલ થયા હતા. તેમની સાથે તેમની પત્ની અને સુરક્ષાકર્મીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post