• Home
  • News
  • પંજાબી યુવકનું સર કલમ થશે!:સાઉદી અરેબિયામાં હત્યાના કેસમાં 9 વર્ષથી જેલમાં છે; હવે બચવા માટે બે જ માર્ગ- 2 કરોડ રૂપિયા આપે અથવા ઈસ્લામ ધર્મ કબૂલ કરી લે
post

સામાજિક કાર્યકર્તા રૂપિંદરનું માનવું છે કે સાઉદી અરેબિયામાં કેટલાંક સંગઠનોનો તેમણે સંપર્ક કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-10 11:26:15

પંજાબના મુક્તસરના ગામ મલ્લનના રહેવાસી યુવક બલવિંદર સાઉદી અરેબિયાની જેલમાં બંધ છે. તેની પર હત્યાનો આરોપ છે. તેની પાસે બચવા માટે હવે બે માર્ગ છે- પહેલો તે બે કરોડ ભારતીય રૂપિયા બ્લડ મની તરીકે જમા કરાવે અથવા તો ઈસ્લામ ધર્મ કબૂલ કરી લે. જો આ પૈકી કોઈ એક માર્ગ નહીં અપનાવે તો 4 દિવસ બાદ આ પંજાબી યુવકનું સર કલમ કરી દેવામાં આવશે. આ પંજાબી યુવકને બચાવવા માટે સોમવારે તેના પરિવારે ચંડીગઢમાં પંજાબના નાગરિકો પાસેથી મદદ માગી છે.


તેમણે કહ્યું હતું કે આશરે સવા કરોડ જમા થઈ ચૂક્યા છે. બલવિંદરના ભાઈ જોગિંદર અને સોશિયલ વર્કર રૂપિંદર મનાવાએ કહ્યું હતું કે બલવિંદર વર્ષ 2008માં સાઉદી અરેબિયા ગયો હતો. સાઉદી અરેબિયામાં એક કંપનીમાં કામ કરવા લાગ્યો હતો. એ સમયે એ કંપનીના માલિકનો નજીકનો બની ગયો હતો. તેમની કાર ચલાવવા લાગ્યો હતો. બલવિંદર કોઈ નશો કરતો નથી.


શરાબી કર્મચારીનું માથું નીચે અથડાતાં મોત થયેલું
વર્ષ 2013માં ઓચિંતા જ એક દિવસ રાત્રિના સમયે નિગ્રોએ શરાબ પીને કંપનીમાં ખૂબ જ ઝઘડો કર્યો. આ સમયગાળા દરમિયાન બલવિંદર કંપનીમાં સુપરવાઈઝર બની ગયો હતો. માલિકે વિવાદના સ્થળે જવા માટે બલવિંદરને કહ્યું હતું. ત્યાં જઈને બલવિંદરે નિગ્રોને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો તે ચાકુ લઈને બલવિંદરની પાછળ દોડ્યો. જ્યારે બલવિંદરે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો તેનું માથું નીચે જમીન સાથે અથડાઈ ગયું અને તેનું મોત થયું.


કંપનીએ કોઈ જ મદદ ન કરી
ત્યાર બાદ સાઉદી અરેબિયાની પોલીસ આવી હતી. તે આ ઘટના વિશે માહિતી ધરાવતી ન હતી. બલવિંદરે તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તેઓ માન્યા નહીં. કંપનીના માલિક કે કર્મચારી પૈકી કોઈ જ તેની મદદ કે તરફેણમાં ન આવ્યું. ત્યાર બાદ તેને જેલમાં બંધ કરી દીધો. તેને 7 વર્ષની જેલની સજા થઈ, પણ જેલમાં બંધ થયાને 9 વર્ષનો સમય પસાર થઈ ચૂક્યો છે. કંપનીએ પણ તેને કોઈ જ મદદ ન કરી. બલવિંદરે દુબઈના હોટલ વ્યાવસાયક એસપીએસ ઓબેરોય સાથે વાત કરી. તેઓ પણ મદદ માટે તૈયાર છે. આ અંગે તેઓ પંજાબના CM ભગવંત માનને મળવા ઈચ્છે છે, પણ મુલાકાત થઈ શકી નહીં.


ધર્મ બદલવા તૈયાર નથી બલવિંદર
સામાજિક કાર્યકર્તા રૂપિંદરનું માનવું છે કે સાઉદી અરેબિયામાં કેટલાંક સંગઠનોનો તેમણે સંપર્ક કર્યો હતો. તેમનું કહેવું હતું કે બલવિંદર તેનો ધર્મ બદલી નાખે તો ત્યાર પછીના દિવસે જ બ્લડ મની આપી તેને છોડાવી શકે છે, પણ તેર તેનો ધર્મ બદલવા તૈયાર નથી.

adv

Related News

post
post
post
post
post
post
post