• Home
  • News
  • રાહુલ ગાંધી લેહમાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓને મળ્યા:તિરંગો ફરકાવ્યો, ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા; બજારમાંથી શાકભાજી પણ ખરીદી
post

રાહુલ ગાંધી ગઈરાત્રે લેહ માર્કેટ પહોંચ્યા હતા. અહીં તેમણે ફળ-શાકભાજીની ખરીદી કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ રાહુલનો વીડિયો શેર કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 19:06:15

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લદ્દાખના પ્રવાસે છે. સોમવારે રાત્રે તેઓ લેહ માર્કેટમાં સેનાના નિવૃત્ત અધિકારીઓને મળ્યા હતા. રાહુલે તેમની સાથે તિરંગો ફરકાવ્યો હતો અને ભારત માતા કી જયના ​​નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન બજારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

રાહુલ ગાંધી ગઈરાત્રે લેહ માર્કેટ પહોંચ્યા હતા. અહીં તેમણે ફળ-શાકભાજીની ખરીદી કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ રાહુલનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં તે ભીડથી ઘેરાયેલો જોવા મળી રહ્યા છે. તેમણે સામાન ખરીદ્યો. થોડીવાર પછી તે શાકભાજીની દુકાને પહોંચ્યા અને ત્યાંથી શાકભાજી ખરીદી, પછી વેપારીને તેના પૈસા આપ્યા. આ પછી દુકાનદાર બાકીના રુપિયા પરત કરે છે.

ઓટોગ્રાફ લેવા માટે બોડીગાર્ડની વચ્ચેથી બાળક આવ્યો
રાહુલ લેહ માર્કેટમાં પહોંચતા જ યુવાનોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. ભીડમાંથી એક બાળક તેનો ઓટોગ્રાફ લેવા માટે સિક્યોરિટી કોર્ડન પાર કરીને પહોંચ્યો હતો. તેમણે બાળકને ઓટોગ્રાફ આપ્યો અને સાથે ફોટો પણ પડાવ્યો હતો.

રાહુલ ગાંધીએ લદ્દાખમાં 264 કિમી બાઇક ચલાવી હતી
સોમવારે તે પેંગોંગ ત્સો લેકથી બાઇક ચલાવીને 264 કિમી દૂર ખારદુંગ લા પહોંચ્યા હતા. અહીંના સ્થાનિકોને મળ્યા અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. રાહુલ બે દિવસીય (17-18 ઓગસ્ટ) પ્રવાસ પર લદ્દાખ ગયા હતા, પરંતુ 18 ઓગસ્ટે તેમનો પ્રવાસ 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો હતો. શનિવારે (19 ઓગસ્ટ) રાહુલે લદ્દાખથી પેંગોંગ ત્સો લેક સુધી બાઇક રાઇડ કરી હતી. કોંગ્રેસ નેતાએ રવિવારે (20 ઓગસ્ટ) ના રોજ પેંગોંગ ત્સો તળાવના કિનારે તેમના પિતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ 25 ઓગસ્ટે યોજાનારી 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ હાજરી આપશે.

રાહુલે કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો છે
20
ઓગસ્ટે રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીનો દાવો કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી. અહીંના લોકોએ મને કહ્યું કે લદ્દાખમાં ઘૂસીને ચીને તેમની જમીન છીનવી લીધી છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ પર વળતો પ્રહાર કરતા કહ્યું- કોંગ્રેસે હિન્દી-ચીની ભાઈચારાની માળા જપીને ભારત માતાની ભૂમિથી 45 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને આપ્યો. તેઓએ તેમનો ભુતકાળ જોવો જોઈએ.

બીજી તરફ રવિશંકર પ્રસાદે કહ્યું- તમે જે ઇચ્છો તે કરો, પરંતુ તમે ભારતના સુરક્ષા દળોનું મનોબળને નબળું કરવાના પ્રયાસ કેમ કરો છો? કોંગ્રેસ બાલાકોટ અને ઉરી હુમલાના પુરાવા માંગે છે, અમે તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકીએ? આજે રાહુલ ગાંધી લદ્દાખ વિશે વાત કરી રહ્યા છે, હું તેમને પૂછવા માંગુ છું કે 1962ના યુદ્ધ પહેલા અને બાદમાં ચીને ભારતની કેટલી જમીન પર કબજો કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post