• Home
  • News
  • આસામમાં રાહુલનું નિવેદન:મોદીરાજમાં તમને દૈનિક 167 રૂપિયા મળે છે, જ્યારે ગુજરાતી વેપારીઓને ચાના બગીચા; CM રૂપાણીએ કહ્યું- આ ગુજરાતીઓનું અપમાન છે
post

રાહુલે NO CAA લખેલો ખેસ પહેર્યો, રાહુલે કહ્યું- અમે બે, અમારા બેવાળી સરકાર સાંભળી લે, CAA લાગુ નહીં થાય

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 10:47:43

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે આસામના પ્રવાસ પર હતા. અહીં તેમણે એક જાહેર સભાને સંબોધતા ગુજરાત અંગે એક નિવેદન આપ્યું છે. જેના ઘેરા પ્રત્યાઘાત આવ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું કે આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપશું. આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે આ નિવેદન ગુજરાતીઓ પ્રત્યે તેમની તથા કોંગ્રેસ પાર્ટીની નફરત દર્શાવે છે. આ ગુજરાતનું અપમાન છે. ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને તેનો જવાબ આપશે.

તેમણે ત્યાં શિવસાગર જિલ્લામાં ફરી મોદી-શાહ પર આકરા પ્રહાર કર્યા હતા અને અમે બે-અમારા બે નારાનો ઉપયોગ કર્યો. રાહુલ અને કોંગ્રેસના બાકીના નેતાઓ સ્ટેજ પર "NO CAA" લખેલો ખેસ પહેરેલ નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમે બે-અમારા બે સાંભળી લે, ગમે તે થાય પરંતુ અહીં CAA નહીં થાય.'

બરાબર એક અઠવાડિયા પહેલા નરેન્દ્ર મોદી પણ આસામની મુલાકાતે ગયા હતા. તેમણે સોનિતપુરમાં એક સભા યોજી હતી અને કહ્યું હતું કે અમારી સરકારે વિકાસ કર્યો છે. પહેલાની સરકાર આસામનિ મુશ્કેલીઓને સમજી શકી નહીં. તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરો વિશે પણ વાત કરી અને કહ્યું કે અહીંયાના ટી-કામદારોને બદનામ કરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓને આસામની ચા પીનારા દરેક ભારતીય જવાબ આપશે.

આસામમાં રાહુલના ભાષણના 3 મુદ્દા

1. નફરત ફેલાવનારાઓને જનતા પાઠ ભણાવશે
વિશ્વમાં એવી કોઈ તાકાત નથી કે જે આસામને તોડી શકે. જો કોઈ પણ આસામના કરારને સ્પર્શ કરવાનો અથવા નફરત ફેલાવવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ પાર્ટી અને આસામનિ જનતા સાથે મળીને તેમને પાઠ ભણાવશે. અમે બે અમારા બે અને બાકી બધા મરો. રેહુલે વધુમાં કહ્યું હતું કે અમે બે અને અમારા બે જે આસામ ચલાવી રહ્યા છે. આસામમાં જે પણ છે, તેણે લૂંટી લો.

2. રિમોટથી ટીવી ચાલે છે, CM નહીં
રાહુલે કહ્યું કે રિમોટથી ટીવી ચાલે છે, CM નહીં, તમારા મુખ્યમંત્રી ફક્ત દિલ્હી-ગુજરાતની જ વાત સાંભળે છે. આસામના મુખ્યમંત્રી આસમના જ હોવા જોઈએ, જે આસામના લોકો માટે કામ કરે. હાલની સરકારને દૂર કરવી પડશે, કેમ કે તેઓ દિલ્હી અને ગુજરાતની વાત જ સાંભળે છે.

3. ચાની મજૂરીના દૈનિક વેતનમાં 200 વધારો કરાશે
તેમણે ચાના બગીચાના મજૂરો બાબતે પણ વાત કરી હતી. રાહુલે કહ્યું કે જો આસામમાં કોંગ્રેસની સરકાર બનશે તો અમે યુવાનોની ગભરાટ દૂર કરીશું. આસામમાં રોજગાર ઊભો કરીશું આજે ચા મજૂરોને દિવસના 167 રૂપિયા આપવામાં આવે છે. જો કોંગ્રેસની સરકાર બને છે, તો અમે તેમાં 200 રૂપિયાનો વધારો કરીશું. અમારી સરકાર દરમિયાન આસામના ચાના બગીચામાં કામ કરતા મજૂરોને 367 રૂપિયા મળશે.

CAA પર હવે કોઈ ચર્ચા કરતું નથી, સોશિયલ મીડિયા પર તપાસ કરો- ભાજપ
રાહુલના CAAના નિવેદન પર આસામ સરકારના મંત્રી અને ભાજપના નેતા હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આ લોકો આસામને કોનાથી બચાવવા માગે છે? જો તેઓ આસામની રક્ષા કરવા માંગે છે તો પછી ઇમિગ્રન્ટ મુસ્લિમોની વિરુદ્ધ સ્ટેન્ડ લે અને એમ કહો કે તેઓ આસામની સંસ્કૃતિને બચાવશે. આજે કોઈ CAAની ચર્ચા કરી રહ્યું નથી. તમે સોશિયલ મીડિયા ચકાસી શકો છો. લોકો આજકાલ તે જ ચર્ચામાં વ્યસ્ત છે કે અમે છોકરીઓને સ્કૂટી આપી છે અને છોકરાઓને ટુ-વ્હીલર આપવામાં આવશે. કોંગ્રેસ 50 વર્ષ પાછળ છે અને તે જૂના મુદ્દાઓ ઉભા કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post