• Home
  • News
  • ચાર દિવસમાં ચોથો પ્રહાર / રાહુલે કહ્યું- ચીન સામે વડાપ્રધાને સરેન્ડર કર્યુ; જો એ જમીન ચીનની હતી તો આપણા જવાન શહીદ કેમ થયા
post

રાહુલે શુક્રવારે કહ્યું હતું કે, ગલવાનમાં ચીનનો હુમલો કાવતરુ, સરકાર ઊંઘમાં હતી, તેને સમસ્યાને સમજી ન નહી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 13:27:55

નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની હિંસક અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. શનિવારે સતત ચોથા દિવસે રાહુલે ટ્વિટ કર્યું કે, ચીનના આક્રમણ આગળ વડાપ્રધાને સરેન્ડર કરી દીધું. રાહુલે એવું પણ પુછ્યું કે, જો એ જમીન ચીનની હતી તો ભારતના સૈનિક શહીદ કેમ થયા અને કઈ જગ્યાએ શહીદ થયા?

શુક્રવારે ભારત-ચીન અથડામણના મુદ્દે  રાહુલે સતત ત્રીજી વખત સરકારને આડે હાથે લીધી છે. ચીન મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ પહેલા રાહુલે 3 વાતો કહી હતી..
1. ગલવાનમાં ચીનનો હુમલો એક કાવતરું 

2. સરકાર ગાઢ નિંદ્રામાં હતી, તેને સમસ્યાને સમજવાનો પ્રયાસ ન કર્યો

3. શહીદ થયેલા જવાનોએ તેની કિંમત ચુકવી

રાહુલે ગુરુવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા જવાનોને હથિયાર વગર શહીદ થવા માટે કેમ મોકલી દીધા? આ માટે કોણ જવાબદાર છે?

રાહુલે બે દિવસ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સવાલ કર્યા હતા. રક્ષામંત્રીને કહ્યું હતું કે, ગલવાન વેલીમાં આપણા સૈનિકોના શહીદ થવાથી દુઃખી છું. રાહુલે તેમને પુછ્યું કે તમે ચીનનું નામ ન લઈને ભારતીય સેનાનો અનાદર કેમ કરી રહ્યા છો?

 

adv

Related News

post
post
post
post
post
post
post