• Home
  • News
  • રેલવેએ 30 જૂન સુધીનું બુકિંગ કેન્સલ કર્યું, પેસેન્જરને બધા પૈસા રિફન્ડ કરાશે; સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે
post

આ નિર્ણયથી હાલ એવું લાગી રહ્યું છે કે દેશમાં 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવા શરૂ થશે નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 12:11:18

નવી દિલ્હી: રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી ટ્રેન ટિકિટ્સ રદ કરી છે. શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણયથી હાલ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહિ થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એવામાં લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.

સ્પેશિયલ ટ્રેન માટે 22 મેથી વેટિંગ લિસ્ટ બહાર પાડશે રેલવે, મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઈ શકે છે

·         એસી સ્પેશિયલ ટ્રેન ચલાવ્યા બાદ રેલવે ઝડપથી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરી શકે છે. રેલવે મંત્રાલયે તેની તૈયારી શરૂ કરી છે. રેલવે બોર્ડે બુધવારે આદેશ બહાર પાડ્યો હતો. તે મુજબ 22 મેથી સ્પેશિયલ એસની સાથે બીજી ટ્રેનોમાં પણ વેટિંગ લિસ્ટવાળી ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે.

·         જોકે RAC વાળી ટિકિટ હાલ ઈસ્યુ થશે નહિ. રેલવેએ ફર્સ્ટ એસસીમાં 20 અને સ્લીપરમાં અધિકતમ 200 સુધી વેટિંગ સુધી ટિકિટ બુક કરાવાની મંજૂરી આપી છે. તેની સાથે જ ચેર કાર, એક્ઝિક્યુટિવ કલાસ, સેકન્ડ એસી અને થ્ડ એસીમાં વેટિંગ ટિકિટ બુક કરાવી શકાશે. નવી વ્યવસ્થા 15 મેથી બુક થનારી ટિકિટ પર લાગુ થશે.

રેલવે કોરોના સંક્રમિતોની ટિકિટની સંપૂર્ણ રકમ રિફન્ડ કરશે

કોરોનાના લક્ષણના કારણે જે લોકોને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવશે તેમને રેલવેની સંપૂર્ણ ટિકિટ રિફન્ડ કરવામાં આવશે. રેલવેએ બુધવારે આ માહિતી આપી છે. આ અંગે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરમાં પણ જો સ્ક્રીનિંગ દરમિયાન કોવિડ-19ના લક્ષણ દેખાય છે. જેમ કે વધ તાવ, ખાંસી તો તેને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ. આવા સંજોગોમાં તેની ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે સંપૂર્ણ પૈસા પરત કરશે.

ગ્રુપ ટિકિટ કેન્સલ થવા પર પણ બધા પૈસા રિફન્ડ કરાશે

ગ્રુપ ટિકિટમાં જો કોઈ પેસેન્જર મુસાફરી માટે અનફીટ નીકળે છે અને તે પીએનઆર નંબર પર મુસાફરી કરનાર બીજા લોકો પણ ટ્રાવેલ કરવા માંગતા નથી તો આવા સંજોગોમાં રેલેવે ટિકિટના બધા પૈસા રિફન્ડ કરશે. 

adv

Related News

post
post
post
post
post
post
post