• Home
  • News
  • રેલવેએ જાહેર નથી કરી ભરતી, RPF કોન્સ્ટેબલ અને SIની જાહેરાત ખોટી, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નિવેદન
post

આ ફર્જી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે 4206 કોન્સ્ટેબલ અને 452 એસઆઈના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:12:25

રેલવે ભરતી બોર્ડમાં આરપીએફ (RPF)માં SI અને કોન્સ્ટેબલના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીને લઈને પીઆઈબી ફેક્ટ ચેકમાં ખોટી જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર રેલવેમાં કોન્સ્ટેબલ અને એસઆઈની વિવિધ પદો માટે 4 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. પરંતુ  રેલવે દ્વારા આવી કોઈ જાહેરાત કરવામા આવી નથી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ જાહેરાત ફર્જી છે. 

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ જાહેરાત 

પાણીને જેમ આ જાહેરાત ઈન્ટરનેટ પર થોડા સમયમાં ફેલાઈ ગઈ છે. પરંતુ આ ખોટી જાહેરાત છે, રેલવે દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલા રેલવેના અધિકૃત વેબસાઈટ પર જઈને જાહેરાત ચેક કરો. 

રેલ મંત્રાલય દ્વારા આવી કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નથી

આ ફર્જી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે 4206 કોન્સ્ટેબલ અને 452 એસઆઈના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું હતું કે, અરજી કરવાની પ્રક્રિયા 15 એપ્રિલથી શરુ થશે અને 14 મે સુધી અરજી કરી શકાશે. પરંતુ હકીકતમાં રેલવે દ્વારા આવી કોઈ વેકેન્સી તો નથી પરંતુ ટુંક સમયમાં આવી જાહેરાત કાઢવામાં આવે તેવી માહિતી છે.

પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવેલ છે તેમા કહેવામાં આવ્યું છે, રેલવે સુરક્ષા દળમાં ઉપ-નિરીક્ષક (SI ) અને કોન્સ્ટેબલની ભરતીના સંબંધમાં રેલ મંત્રાલયના નામ પર જાહેર કરવામાં આવેલ એક ફર્જી નોટીસ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહી છે. જે બિલકુલ ખોટી જાહેરાત છે, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, રેલવે દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.  

adv

Related News

post
post
post
post
post
post
post