• Home
  • News
  • 12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, માત્ર ઓનલાઇન બુકિંગ થશે, દિલ્હીથી ઉપડતી ટ્રેનોનું ભાડું રાજધાની જેટલું
post

સ્ટેશન પર ટિકિટ વેચાણ નહીં થાય, IRCTC પરથી ટિકિટ મળશે, પ્રવાસ પહેલા સ્ક્રિનીંગ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:31:35

નવી દિલ્હી: રેલવેએ 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે 11મેના 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે. શરૂઆતમાં 15 ટ્રેન દોડાવવામાં આવશે.આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન લોકડાઉનના કારણે બંધ છે. 

કયા રૂટ પર ટ્રેન ચલાવવામાં આવી શકે ?
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી અમદાવાદ, દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ અને જમ્મુ તાવી માટે ચલાવવામા આવશે.

 

રેલવેએ પ્રવાસ અંગે શું માહિતી આપી ?

·         ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ આપવામાં નહીં આવે. 

·         પ્રવાસ દરમિયાન ફેસ કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ થશે. 

·         માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય.

·         માત્ર એ પ્રવાસીઓને સ્ટેશન પર આવવાની મંજૂરી મળશે જેમની ટિકિટ કન્ફર્મ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post