• Home
  • News
  • વરસાદે અજમેરમાં 105 અને જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો:5 જિલ્લામાં પૂર; કોટા, બારાં-સવાઈ માધોપુરમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં બિપરજોયે કહેર મચાવ્યો
post

પાલીમાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. બુંદી, અજમેર, ભીલવાડાનાં સેંકડો ગામોમાં વીજળી ડૂલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-20 19:15:36

રાજસ્થાનમાં પ્રથમ વખત ચોમાસા પહેલાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચાર દિવસમાં ચક્રવાત બિપરજોયથી ઘણા વિસ્તારોમાં એટલો વરસાદ વરસી ગયો કે ચોમાસાની સીઝનનો ક્વોટા પૂરો થઈ ગયો. બાડમેર, પાલી, રાજસમંદ, ભીલવાડા, અજમેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં પાલીના મુથાણામાં 530 મિમી, એટલે કે 21.3 ઈંચ વરસાદ નોંધાયો છે.

પાલીમાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. બુંદી, અજમેર, ભીલવાડાનાં સેંકડો ગામોમાં વીજળી ડૂલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. અજમેર અને જોધપુરમાં વરસાદનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગે મંગળવારે કોટા, બારન-સવાઈ મધેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અજમેરમાં 105 વર્ષનો અને જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ચક્રવાતે અજમેરમાં વરસાદનો 105 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં 17 જૂન, 1917ના રોજ એક જ દિવસમાં 119.4 મિમી વરસાદ પડ્યો હતો, જે જૂનમાં અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો, જે ગઈકાલે તૂટી ગયો હતો. અજમેરમાં ગઈકાલે 24 કલાક દરમિયાન (18 જૂન સવારે 8:30થી 19 જૂન સવારે 8:30 વાગ્યા સુધી) 131.8 મિમી વરસાદ નોંધાયો હતો.

અજમેરમાં વરસાદ અહીં અટક્યો નહોતો, ગઈકાલે પણ સવારે 8:30થી સાંજે 6 વાગ્યા સુધીમાં 100 મિમી વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોધપુરમાં પણ 12 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 17 જૂને અહીં 91.3 મિમી જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે અગાઉ 28 જૂન 2016ના રોજ અહીં 74 મિમી જેટલો વરસાદ પડ્યો હતો.

ચોમાસાનો 24% ક્વોટા પૂર્ણ
ચક્રવાતને કારણે રાજ્યમાં છેલ્લા 4 દિવસ (16થી 19 જૂન) દરમિયાન સરેરાશ 100 મિમી વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની સીઝનના સરેરાશ વરસાદના લગભગ 24% છે. રાજસ્થાનમાં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સરેરાશ 415 મિમી વરસાદ પડે છે. જૂનના પ્રારંભમાં સરેરાશ 50 મિમી વરસાદ પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post