• Home
  • News
  • સુરત, વલસાડ, તાલાલા, દીવ અને કોડીનારમાં વહેલી સવારે કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન, ખેતરમાં ઘઉંના ઢગલા પલળ્યા
post

રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, મોડીરાત્રે છાંટા પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-06 11:38:33

રાજકોટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે સવારે સુરત, વલસાડ, નવસારી, તાલાલા, દીવ અને કોડીનારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ પાક કાપણીનો સમય હોય ઘઉં, ઘાણા, ચણા સહિતનો તૈયાર પાક ખેડૂતોને ખેતરમાં હોવાથી નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા, માંગરોળ અને વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોડીરાત્રે દીવ, ગીરસોમનાથ, કોડીનાર, તાલાલા, કોડીનાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ જસદણ અને આટકોટ પંથકમાં ખેતરમાં પડેલા ઘઉં અને જીરૂનો પાક પલળતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે. તેમજ રાજકોટમાં રાત્રે વરસાદી છાંટા પડ્યા હતા તો આજે વહેલી સવારથી જ
આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે.


દીવમાં સવારે વરસાદી ઝાપટું વરસ્યું

દીવમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તાલાલા અને કોડીનાર પંથકમાં કેરના પાકને વ્યાપક પ્રમાણમાં મુકસાન પહોંચ્યું છે. જ્યારે જસદણ અને આટકોટ પંથકમાં રાત્રે બે વાગ્યે 15 મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તૈયાર પાકના ઢગલાને ઢાંકવા માટે ખેડૂતોમાં રાત્રે દોડધામ મચી હતી.તેમ છતાં ઘઉં, જીરૂ, ચણાનો પાક પલળી ગયો હતો.

 

 

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રીથી પલટો આવ્યો હતો. મોડી રાત્રીથી વલસાડમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે 8 વાગ્યાથી સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જે પોણો કલાક સુધી વરસતા પાણી પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post