• Home
  • News
  • વરસાદની આગાહી:મોસમ વિભાગે દિલ્હી-NCRમાં યલો અલર્ટ આપ્યું; ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન
post

પ્રતિ કલાક 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 12:10:34

ભારતીય મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મોસમ વિભાગે 29 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું અનમાન કર્યું છે. મોસમ વિભાગે મંગળવાર અને બુધવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય મોસમ વિભાગે દિલ્હી-NCR માટે સોમવારની જેમ જ આજે પણ યલો અલર્ટ જાહેર કરી છે.

દિલ્હી-NCRમાં આજે પણ ભારે વરસાદની આગાહી
મોસમ વિભાગે આ મોન્સૂન સીઝનમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. વિભાગની ભવિષ્યવાણી સોમવારે ખોટી સાબિત થઈ હતી. જોકે મંગળવારે સવારે થયેલા ભારે વરસાદે આગાહીને યોગ્ય સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે સોમવારની જેમ વરસાદ માટે વિભાગે મંગળવારે પણ યલો અલર્ટ જાહેર કર્યું છે. એની સાથે જ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફુંકાવાનું અનુમાન છે. આ કારણે અધિકતમ તાપમાન 30 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડીગ્રીની વચ્ચે રહેશે.

મહારાષ્ટ્રના તલીયે ગામમાં હજી પણ 32 શબ કાટમાળમાં
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તલીયે ગામમાં 22 જુલાઈએ સાંજે 5 વાગ્યે લેન્ડસ્લાઈડમાં 45 ઘર ધરાશાયી થયાં હતાં. આ દુર્ઘટનમાં લગભગ 90 લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા, જેમાંથી 53ના શબને સોમવારે સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. 32 જેટલા શબ હજી પણ કાટમાળમાં છે. તેમાં ઘણાં બાળકો અને મહિલાઓ સામેલ છે. કાટમાળને હટાવવા માટે NDRF, SDRF અને TDRFની ટીમ સતત કામ કરી રહી છે.

રાજસ્થાનના ઝાલાવાડમાં 9.8 ઇંચ વરસાદ, કાલીસિંધના બંધના 3 ગેટ ખોલવામાં આવ્યા
રાજ્યમાં સોમવારે જોરદાર વરસાદ થયો હતો. ઝાલાવાડના ગાગરીનમાં 9.8 ઈંચ વરસાદ થયો, જ્યારે મારવાડ જંક્શનમાં 8.1 ઈંચ વરસાદ થયો. આ સિવાય બાંસવાડા, પ્રતાપગઢ, ભીલવાડા, સિરોહી, ચિતૌડ, ડુંગરપુર, ઉદયપુર, રાજસમંદ સહિત 14થી વધુ જગ્યાએ 7 ઈંચ વરસાદ નોંધાયો. જયપુરમાં 45 મિનિટમાં લગભગ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે ઝાલાવાડમાં કાલીસિંધ બંધના 3 ગેટ ખોલીને 7 મીટર પાણી છોડવામાં આવ્યું.

ચંબલ, રાજગઢ, આગર, નીમચમાં ઓરેન્જ અલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અટક્યા વગર સીધી જ મધ્યપ્રદેશમાં સક્રિય થઈ છે. આ કારણે સતત ત્રણ દિવસથી રાજ્યમાં મન મૂકીને વરસાદ થઈ રહ્યો છે.
ઓરેન્જ અલર્ટઃ મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ચંબલ સાથે જ રાજગઢ, આગર, નીમચ, મંદસોર અને ટીકમગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અહીં વીજળી પડવાનું પણ અલર્ટ છે.

હરિયાણામાં 26થી 29 જુલાઈ સુધી ભારે વરસાદનું અલર્ટ
હરિયાણામાં મોસમ વિભાગે 26થી 29 જુલાઈ સુધી ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે. સોમવારે સમગ્ર દિવસ દરમિયાન રેવડીમાં વાદળવાળું વાતાવરણ રહ્યું. વરસાદ થયો ન હતો. જોકે રાતે 12 વાગ્યા પછી એક વખત હવામાન બદલાયું અને અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે. રાતથી થઈ રહેલા વરસાદના કારણે તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો આવ્યો છે.

યુપીમાં બાદા, ચિત્રકૂટ, કૌશિંબી, પ્રયાગરાજમાં યલો અલર્ટ
હવામાન વિભાગે મંગળવાર માટે અલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની સાથે વરસાદ થશે અને વીજળી પણ ચમકશે. યુપીના બાંદા, ચિત્રકૂટ, કૌશિંબી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, સોનભદ્ર, મિર્ઝાપુર, સંત રવિદાસ નગર, જૌનપુર સહિતમાં વરસાદ થશે.

બિહારના પૂર્ણિયા, કટિહાર, કિશનગંજમાં ભારે વરસાદની આગાહી
બિહારને જુલાઈ મહિનામાં મોન્સૂને નિરાશ કર્યું છે. 26 દિવસમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે. જુલાઈમાં કુલ 195.9 MM વરસાદ થયો, જ્યારે જૂન મહિનામાં 354.3 MM વરસાદ થયો છે. મોસમ વિભાગે 26 જુલાઈથી ઉતર બિહારના પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, અરરિયા, મધેપુરા, સુપૈલ, સહરસા, ખગડિયા અને બેગુસરાયમાં મોટા ભાગની જગ્યાએ ભારે વરસાદની સંભાવતા વ્યક્ત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post