• Home
  • News
  • દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ, ચોર્યાસી, પલસાણામાં 1 ઈંચ જેટલો વરસાદ
post

દક્ષિણ ગુજરાતમાં 1 મીમીથી લઈને 1 ઈંચ વરસાદ, સુરત જિલ્લાના 6 તાલુકામાં વધુ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:06:33

સુરત: દક્ષિણ ગુજરાત ઉપર દરિયાઇની સપાટીથી 3.1 કિ.મીની ઉંચાઇએ સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ચોર્યાસી અને પલસાણામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.

આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત ઉપર બનેલી સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે આગામી બે દિવસ સુધી સુરત શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

ચોર્યાસી

23

પલસાણા

21

સુરત

19

જલાલપોર

15

કામરેજ

13

 

adv

Related News

post
post
post
post
post
post
post