• Home
  • News
  • કુંકાવાવમાં બે ઈંચ, ભરૂચમાં પોણા બે ઈંચ, અંકલેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
post

અમરેલી જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-07 10:42:27

અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું જ્યારે બે ઘાયલ થયા હતા. કુંકાવાવમાં મેઈન બજાર, બસ સ્ટેન્ડ આસાપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

કેશોદા તાલુકાના અજાબમાં વીજળી પડતા એકનું મોત થયું હોવાનું અને અન્ય બે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. વીજળી પડતા ઘાયલ થયેલાઓને કેશોદની 108 ટીમ દ્વારા જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.

અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિની મજા બગડે તેવી શક્યતા છે.

રવિવારે સાંજે ભરૂચ અને અંક્લેશ્વર સહિત જિલ્લાના કેટલાંય વિસ્તારોમાં સાંજે માત્ર બે જ કલાકમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભરૂચ અને અંક્લેશ્વરના ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાતાં આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી હતી. ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વાળુકડ(જીજી)માં અડધો ઇંચ તેમજ સિહોરમાં ઝાપટાં વરસી ગયા હતા. ગોંડલ અને જસદણમાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું વડગામ તાલુકાના જલોતરા પંથકમાં શનિવારે રાત્રે એકાએક ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડુતોના પપૈયાની ઉભી વાડી જમીનદોસ્ત થઇ ગઇ હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post