• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં સુપડાધાર, તાલાલામાં 5 કલાકમાં 5 ઈંચ, ગડુમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ, હિરણ ડેમ ઓવરફ્લો
post

નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:02:45

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તાલાલામાં છેલ્લા 5 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ગડુમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ગીર પંથક જળબંબાકાર
ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 5 કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતામાં છે.

ગડુમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ
ગડુ પંથકમાં રાત્રે 3 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે. છેલ્લા 2 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હિરણ ડેમ અને છાણા વાંકીયા ડેમ ઓવરફ્લો
ગીર પંથકમાં ભારે વરસાદના પગલે ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં આવેલો છાણા વાંકીયા ડેમ અને હિરણ ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post