• Home
  • News
  • વહેલી સવારથી રાજ્યના 103 તાલુકામાં વરસાદ, ધંધુકાથી અમદાવાદ તરફ હાઇવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ખોરવાયો
post

ગત 24 કલાકમાં 24 તાલુકામાં 5 ઇંચથી 9.3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:24:16

બે દિવસના વિરામ બાદ રવિવારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 31 ઓગસ્ટે એટલે કે આજે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે અને અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના બગસરા અને નવસારીના ગણદેવીમાં ધોધમાર 1.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ હાઇવે પાણીમાં ગરકાવ થતાં ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીબડી હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

સવારથી 103 તાલુકામાં વરસાદ
વહેલી સવારથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. 10 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 5 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 24 તાલુકામાં 10mmથી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં 10mm કરતા ઓછો વરસાદ આજે સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે.

સવારે 10 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ(mmમાં)

અમરેલી

બગસરા

45

નવસારી

ગણદેવી

45

નવસારી

નવસારી

35

જામનગર

જોડિયા

26

બનાસકાંઠા

ડીસા

25

નવસારી

ચીખલી

23

ભરૂચ

નેત્રંગ

21

કચ્છ

માંડવી

21

તાપી

વલોડ

21

સુરત

માંગરોળ

17

 

ગત 24 કલાકમાં 250 તાલુકામાંથી 24 5થી 9.3 ઇંચ સુધીનો વરસાદ
હવામાન વિભાગે 29થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે ગત 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. 250 તાલુકામાંથી 24 તાલુકામાં 5 ઇંચથી 9.3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે 42 તાલુકામાં 3 ઇંચથી 5 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. તો 100 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ વચ્ચે વરસાદ પડ્યો છે. જ્યારે 84 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post