• Home
  • News
  • ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ
post

ભારે વરસાદ પડવાને કારણે દ્વારકા અને પોરબંદરમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 09:20:51

અમદાવાદ: છેવટે આખા રાજ્યમાં ચોમાસુ જામી ગયું છે. રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 4થી 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો હજુ કોરો રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખંભાળિયામાં રવિવારે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ પાણી વરસતા શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતી જોવા મળી હતી.8  કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. 

બીજી બાજુ કલ્યાણપુરમાં 5, લાલપુરમાં 2.5,કાલાવડ અને જામજોધપુરમાં 2,ભાણવડમાં 1.5,જોડિયામાં 1,જામનગરમાં અડધો અને દ્વારકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં 8 ઇંચ, પોરબંદરમાં 7 અને કુતિયાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં 4.28 ઇંચ, વેરાવળ, તાલાલામાં અઢી ઇંચ, ઊનામાં 2 ઇંચ, કોડીનારમાં દોઢ ઇંચ, ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ થયો હતો. જયારે જૂનાગઢ જિલ્લાનાં માળિયા અને વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ, ભેંસાણ, માણાવદરમાં બે ઇંચ, કેશોદ, વંથલીમાં એક ઇંચ, મેંદરડામાં દોઢ ઇંચ, જૂનાગઢ અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. .

ભાવનગર જિલ્લામાં ધીમી ધારે સાર્વત્રિક મેઘમહેર થઈ હતી મહુવામાં દોઢ ઇંચ, જેસરમાં એક ઇંચ, ગારિયાધાર, સિહોર અને પાલિતાણામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાલુકામાં 4 ઇંચ,પારડીમાં 4 ઇંચ,વાપીમાં સવા 3 ઇંચ,ઉમરગામમાં 2 ઇંચ, કપરાડામાં 3 ઇંચ અને ધરમપુરમાં સવા 1 ઇંચ વરસાદ થયો હતો. સુરત શહેરમાં રાતે 1 ઈંચ વરસાદ પડ્યા બાદ રવિવારે દિવસભર ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લાનાં જાફરાબાદમાં ચાર ઇંચ, ખાંભામાં ત્રણ ઇંચ, ધારીમાં અઢી ઇંચ, રાજુલાભાઇ બે ઇંચ, બગસરા, સાવરકુંડલામાં દોઢ ઇંચ, લીલીયા અને વડીયામાં પોણા ઇંચ અને બાબરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. 

રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામે મુશળધાર 7 ઇંચ પાણી પડ્યો હતો. આ ઉપરાંત ધોરાજીમાં 1.5 ઇંચ, ગોંડલમાં 1 અને આટકોટમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારા અને વાંકાનેરમાં ઝમાઝમ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં રેડ એલર્ટ, મધ્યપ્રદેશ સહિત 4 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ 
હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઓડિશા, યુપી અને ગુજરાત માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તે ઉપરાંત સોમવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાપાયે વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે દિવસ ભારે રહેશે.

દેશમાં 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન, ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
હાલના સમયે દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો ટર્ફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયેલો છે. આ કારણે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રમાં આગામી 4 દિવસોમાં ભારે વરસાદ થવાની આશંકા છે. 

રાજકોટમાં પૂરમાં જીપ તણાઈ, 1 લાપતા
ખોખડદળ નદીના પુલ પરથી પસાર થયેલી પિકઅપવાન અચાનક જ પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. પરિણામે પાછળ આવી રહેલા એક ડમ્પરે નજીક જઈ તેમાં બેઠેલા બે લોકોને બચાવ્યા હતા, 1 વ્યક્તિ હજુ લાપત્તા છે.

રાજ્યના ત્રણ તાલુકામાં 5થી 17 ઈંચ વરસાદ જ્યારે 13 તાલુકામાં 3થી 4 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ  54 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ જ્યારે 33 તાલુકામાં અડધાથી 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

ક્યાં કેટલો વરસાદ

ખંભાળિયા

18

રાણાવાવ

8

મોટી પાનેલી

7

પોરબંદર

7

ગિરનાર

6

કલ્યાણપુર

5

કુતિયાણા

5

માણાવદર

4.5

વિસાવદર

4.5

સૂત્રપાડા

4

જાફરાબાદ

4

વલસાડ

4

પારડી

4

મેંદરડા

4

વાપી

3.2

જૂનાગઢ

3

કપરાડા

3

ગીરગઢડા

3

માળિયા

3

ખાંભા

3

દીવ

3

ખાંભા

3

ધારી

2.5

વાંકાનેર

2.5

33માંથી 26 જિલ્લામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી,  સુરેન્દ્રનગર,  કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post