• Home
  • News
  • ગુજરાત કોરાનાથી ફફડી રહ્યું છે ત્યારે કોંગ્રેસી ધારાસભ્યો જયપુરમાં પિયાનો સાંભળી રહ્યા છે
post

સી. જે. ચાવડા જયપુરના હાઇવોલ્ટેજ મેલોડ્રામા બાદ સાંજે ગાંધીનગર પરત ફરી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 11:06:02

જયપુર: એક તરફ જ્યાં ગુજરાત કોરોનાના ડરથી ફફડી રહ્યું છે ત્યાં બીજી તરફ જયપુરના શિવવિલાસ રિસોર્ટમાં નવરાશની પળોમાં કોંગ્રેસના ધારાસભ્યો અનિલ જોષીયારા, પ્રવીણ મુસડિયા, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પિયાનો સાંભળીને આનંદ લઈ રહ્યા હતા.


તો ભરતસિંહને કેબિનેટમાં મહત્ત્વનું મંત્રીપદ મળે?
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે જ્યાં સુધી ભરતસિંહનું નામ જાહેર કર્યું ન હતું અને રાજીવ શુક્લા તથા શક્તિસિંહ ગોહિલની ઉમેદવારીની ચર્ચા હતી ત્યાં સુધી ભરતસિંહ ગમે તે ક્ષણે મોટી સંખ્યામાં સમર્થક ધારાસભ્યો અને અન્ય નેતાઓ સાથે ભાજપમાં જોડાઇ જાય તેમ હતું, પરંતુ તેમનું નામ જાહેર થતાં તે અટકી ગયું. હવે ભરતસિંહ નારાજ થઇને ભાજપમાં આવે તો તેમને પાર્ટી ખૂબ મોટું ઇનામ આપી શકે અને તે કેબિનેટમાં મહત્ત્વનું મંત્રીપદ પણ હોઇ શકે.


ભાજપના એક મોટા નેતાએ જણાવ્યું કે જો ભરતસિંહ ભાજપમાં જોડાય તો તેમની સાથે મોટા પ્રમાણમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષ છોડી દેશે તેમાં કોઇ નવાઇ નથી. આવું થતાં જ 2017માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જે પ્રમાણમાં કોંગ્રેસ તૂટી હતી તેના કરતાં મોટું ભંગાણ પડશે. આ નેતાએ તેમ પણ ઉમેર્યું કે હજુ સુધી કોંગ્રેસના આ દિગ્ગજ સાથે કોઇ નવી વાત શરૂ થઇ નથી પણ તેની સંભાવના ટાળી પણ શકાય તેમ નથી.


આંખના ઇન્ફેક્શનનું કારણ આગળ ધરી સી.જે. ચાવડા ગાંધીનગર પરત ફર્યાં
ભરતસિંહને ટીકિટ જાહેર ન થતાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને તેમના ખાસ સાથી ગણાતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા જયપુરના હાઇવોલ્ટેજ મેલોડ્રામા બાદ સાંજે ગાંધીનગર પરત ફરી ગયા છે. જેને લઇને ઘણી બધી શંકા ઊભી થઇ છે. જો કે બળદેવજી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ ચાવડાને આંખમાં ઇન્ફેક્શન થતાં સારવાર માટે પરત આવ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post